યુદ્ધનો અંત લાવવા માટે ભારત અમારો પક્ષ લેઃ જેલેન્સ્કી
પીએમ મોદીની મુલાકાત યુદ્ધનો અંત લાવે એવી યુએનને આશા
કિવઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે છે. પીએમ મોદી સાથે મુલાકાત કર્યા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમર જેલેન્સકીએ કહ્યું હતું અમે ઈચ્છીએ છીએ કે યુદ્ધને ખતમ કરવા માટે ભારત અમારી ફેવર કરે અને બીજું કોઈ સંતુલિત પગલું ભરે નહીં. જો ભારત રશિયન તેલ ખરીદે નહીં તો તેનાથી રશિયન યુદ્ધ સમાપ્ત થઈ જશે.
જેલેન્સકીએ પીએમ મોદીની મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી અને ભારત આવવા માટે અપેક્ષા વ્યક્ત કરી હતી. ભારતીય લોકો પીએમ મોદી સુધી પહોંચવા માગે છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે જો ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે નહીં તો તેનાથી રશિયા સાથેનું યુદ્ધ ખતમ થઈ જશે.
યુએન સેક્રેટરી જનરલના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે આશા વ્યક્ત કરી છે કે વડા પ્રધાન મોદીની યુક્રેનની મુલાકાત રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો : PM Modi Ukraine Visit: ઝેલેન્સકીના ખભા પર હાથ મૂકીને વાત કરતા જોવા મળ્યા પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના પ્રવાસે છે. તે પોલેન્ડથી સીધી ટ્રેન દ્વારા શુક્રવારે સવારે કિવ પહોંચ્યા હતા. પીએમ મોદી રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે યુક્રેન નેશનલ મ્યુઝિયમ પહોંચ્યા હતા. અહીં બંને નેતાઓએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી યુક્રેનના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન મેરિંસ્કી પેલેસમાં મળશે. પીએમ મોદીના સ્વાગત માટે મેરિન્સકી પેલેસને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યો છે. કિવની આ મુલાકાતમાં પીએમ મોદી સાથે વિદેશ પ્રધાન જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ પહોંચ્યા છે.
આ બેઠક પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કિવમાં એવી ફોમિન બોટનિકલ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા હતા. નરેન્દ્ર મોદી યુક્રેન પહોંચનાર ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા છે.