ટોપ ન્યૂઝનેશનલ

ભારતના તેજસ ફાઇટર જેટની મોટી ઉપલબ્ધિ, સ્વદેશી એસ્ટ્રા બીવીઆર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું…

નવી દિલ્હી : દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે સેનાની ત્રણ પાંખો અને રિસર્ચ એજન્સીઓ સતત કાર્યરત રહે છે. ત્યારે હવે ભારતના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ તેજસે(Tejas Fighter Jet) એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ LCA AF MK1 પ્રોટોટાઇપ ફાઇટર એરક્રાફ્ટમાંથી સ્વદેશી એસ્ટ્રા બીવીઆર(ASTRA BVR)એર-ટુ-એર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. બીવીઆર મિસાઈલ બીજા ફાઈટર એરક્રાફ્ટ સાથે લડવામાં અથવા કોઈ લક્ષ્યને નિશાન બનાવવામાં મદદ કરે છે.

Also read : Video: આતંકવાદીઓએ આ રીતે જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી; BLAએ વિડીયો શેર કર્યો

આ અંગે મળતી માહિતી મુજબ 12 માર્ચ ના રોજ ઓડિશાના ચાંદીપુર કિનારે તેજસ LCA AF MK1 પ્રોટોટાઇપ ફાઇટર એરક્રાફ્ટથી એસ્ટ્રા બીવીઆરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, પરીક્ષણ દરમિયાન મિસાઇલે ઉડતા લક્ષ્ય પર સફળતાપૂર્વક સીધો પ્રહાર કર્યો હતો. તેમજ બધી સબસિસ્ટમ્સે મિશનના તમામ પરિમાણો અને ઉદ્દેશ્યોને સચોટ રીતે પ્રદર્શિત કર્યા હતા.

મિસાઈલ પહેલાથી જ ભારતીય વાયુસેનામાં સામેલ

એસ્ટ્રા મિસાઇલ અથવા એસ્ટ્રા બીવીઆર મિસાઇલડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે. એસ્ટ્રા મિસાઇલ 100 કિલોમીટરથી વધુ અંતરે સ્થિત લક્ષ્યોને નિશાન બનાવવામાં સક્ષમ છે. આ મિસાઇલ અદ્યતન નેવિગેશન ક્ષમતાઓથી સજ્જ છે. જે મિસાઇલને વધુ ચોકસાઈથી લક્ષ્યોને નષ્ટ કરવામાં મદદ કરે છે. આ મિસાઈલ પહેલાથી જ ભારતીય વાયુસેનામાં સામેલ થઈ ચૂકી છે.

Also read : સંભલ મસ્જિદના વિવાદ મુદ્દે યોગી આદિત્યનાથે આપ્યું મોટું નિવેદન, એ અસ્વીકાર્ય…

સંરક્ષણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા

તેજસ MK1 ના પ્રોટોટાઇપમાંથી એસ્ટ્રા મિસાઇલનું સફળ પરીક્ષણ એડીએ.ડીઆરડીઓ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ના વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેકનિશિયનોની ટીમની મોટી સફળતા માનવામાં આવી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પરીક્ષણમાં સામેલ તમામ ટીમોને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે ડીઆરડીઓ સચિવ અને અધ્યક્ષ ડૉ. સમીર વી. કામતે વિવિધ સંગઠનો અને ઉદ્યોગોના વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેકનિશિયનોના પ્રયાસોની પ્રશંસા કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button