ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, 5000 કિલોમીટર સુધીની રેન્જ

ઓડિશા : ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સિદ્ધી હાંસલ કરી છે. જેમાં ભારતે આજે લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5 નું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર ખાતે પરીક્ષણ સ્ટેશન પર કરવામાં આવ્યું હતું. અગ્નિ-5 એ ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલ લાંબા અંતરની પરમાણુ-સક્ષમ બેલિસ્ટિક મિસાઇલ છે.
મિસાઈલ અનેક પરમાણુ શસ્ત્રો વહન કરી શકે છે
આ મિસાઈલ અત્ય આધુનિક નેવિગેશન, વોરહેડ અને એન્જિન ટેકનોલોજી સાથે ડિઝાઇન કરવામાં આવી છે.અગ્નિ-5 મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટ ટાર્ગેટ વ્હીકલ ટેકનોલોજીથી સજ્જ છે. આ એક જ મિસાઈલ અનેક પરમાણુ શસ્ત્રો વહન કરી શકે છે. જેમાંથી દરેકને અલગ અલગ લક્ષ્ય પર નિશાન બનાવી શકાય છે જે તેની વ્યૂહાત્મક અસરકારકતામાં વધારો કરે છે. તેમજ તેની રેન્જ અને ચોકસાઈ પણ વધારે છે.
આ પણ વાંચો: ભારતની મિસાઈલ શક્તિ: ‘પૃથ્વી-2’ અને ‘અગ્નિ-1’નું સફળ પરીક્ષણ!
ટેકનિકલ આત્મ નિર્ભરતાનો સંકેત
આ મિસાઈલની સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ હેઠળ સફળ પરીક્ષણની પૃષ્ટિ કરવામાં આવી છે. તેમજ તે લાંબા અંતરની મિસાઈલ પ્રણાલીમાં ભારતની વધતા ટેકનિકલ આત્મ નિર્ભરતાનો સંકેત છે.હાલમાં જ અગ્નિ-5 માં મિસાઈલમાં સુધારાઓ કરવામાં આવી છે. જેમાં સુધારેલ એવિઓનિક્સ, સુધારેલ રી-એન્ટ્રી હીટ શિલ્ડિંગ અને ઓપરેશનલ કામગીરી વધારવા માટે અદ્યતન પ્રણાલીઓનો સમાવેશ થાય છે.