ભારતે અગ્નિ-3 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, જાણો ખાસિયત અને મારક ક્ષમતા…

ચાંદીપુર : ભારતે શુક્રવારે ઓડિશાના ચાંદીપુરથી અગ્નિ-3 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણો અપેક્ષા મુજબ પૂર્ણ થયા હતા. મિસાઇલનું પ્રક્ષેપણ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.અગ્નિ-3 એ પરમાણુ ક્ષમતા ધરાવતી મિસાઇલ છે. જે આશરે 3000 થી 3500 કિલોમીટરની રેન્જ ધરાવે છે. જે ભારતને દુશ્મનના દેશમાં અંદર સુધી મુખ્ય લક્ષ્યોને પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે.
અગ્નિ-3 વિશ્વની સૌથી શક્તિશાળી મધ્યમ-અંતરની મિસાઇલોમાંની એક
અગ્નિ-3 ની 3000 થી 3500 કિમીની રેન્જ પાકિસ્તાન અને ચીનના આંતરિક ભાગોને આવરી લે છે. જેમાં પાકિસ્તાનના તમામ મુખ્ય શહેરો અને બેઇજિંગ અને શાંઘાઈ જેવા ચીનના શહેરોનો સમાવેશ થાય છે. આમ ભારત બંને દેશોમાં મુખ્ય લક્ષ્યો ધરાવે છે જે તેની પહોંચમાં છે. આ મિસાઇલ ચીન કરતાં પાકિસ્તાન માટે વધુ ચિંતાનો વિષય છે. અગ્નિ-3 ને વિશ્વની સૌથી શક્તિશાળી મધ્યમ-અંતરની મિસાઇલોમાંની એક માનવામાં આવે છે.
રંપરાગત શસ્ત્રો સહિત 1500 કિલોગ્રામ સુધીનો પેલોડ વહન કરી શકે છે
અગ્નિ-3 ભારતની મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે. જે બે તબક્કાની ઇંધણવાળી મિસાઇલ છે. જેની લંબાઈ 16.7મીટર, વ્યાસ 2 મીટર અને પ્રક્ષેપણ વજન 48,300 કિલોગ્રામ છે. જે પરમાણુ અથવા પરંપરાગત શસ્ત્રો સહિત 1500 કિલોગ્રામ સુધીનો પેલોડ વહન કરી શકે છે. તેની ઉડાન ઊંચાઈ 450 કિલોમીટરથી વધુ છે. DRDO દ્વારા વિકસિત મિસાઈલને રેલ-મોબાઇલ અને રોડ-મોબાઇલ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. તેની ચોકસાઈ અદ્યતન નેવિગેશન અને માર્ગદર્શન પ્રણાલીઓમાંથી આવે છે. વર્ષ 2006 થી તે ઘણા સફળ પરીક્ષણોમાંથી પસાર થઈ ચૂકી છે. ભારતની સંરક્ષણ ક્ષમતા માટે મહત્વપૂર્ણ છે.



