UN માં ઈઝરાયેલ વિરુદ્ધના પ્રસ્તાવમાં ભારતે લીધું આ સ્ટેન્ડ, પીએમ મોદીની કૂટનીતિએ લોકોને આશ્ચર્યમાં મૂક્યા
સંયુક્ત રાષ્ટ્ર: ભારતે(India)સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ પર ઇઝરાયલ વિરુદ્ધ મતદાન કરીને વિશ્વના રાજદ્વારી નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયેલ વિરુદ્ધ લાવવામાં આવેલા આ પ્રસ્તાવમાં ભારત પેલેસ્ટાઈનની સાથે જોવા મળ્યું હતું. ભારતે પેલેસ્ટાઈનની તરફેણમાં અને ઈઝરાયલની વિરુદ્ધમાં મતદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ કૂટનીતિએ વિશ્વના દેશોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
ભારત મતદાનમાં પેલેસ્ટાઈનની સાથે ઊભું જોવા મળ્યું
ભારતે 7 ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયેલ પર થયેલા હુમલા બાદ સૌથી પહેલા પીએમ બેન્જામિન નેતન્યાહુને ફોન કર્યો હતો અને માત્ર ઈઝરાયલની સાથે સંપૂર્ણ રીતે ઉભા રહેવાની ખાતરી જ આપી ન હતી. પરંતુ નેતન્યાહુની સાથે પણ ઉભો હતો. આ અગાઉ સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલ વિરુદ્ધ ઘણા ઠરાવ લાવવામાં આવ્યા હતા, પરંતુ ભારતે કાં તો ઇઝરાયેલની તરફેણમાં મતદાન કર્યું હતું અથવા મતદાન પ્રક્રિયાથી દૂર રહ્યું હતું. પરંતુ આ વખતે ભારત ખુલ્લેઆમ ઈઝરાયલ વિરુદ્ધ મતદાનમાં પેલેસ્ટાઈનની સાથે ઊભું જોવા મળ્યું હતું.
ઈઝરાયેલે ભારત પ્રત્યે કોઈ નારાજગી વ્યક્ત કરી નથી
ભારતના આ વલણથી વિશ્વના અગ્રણી રાજદ્વારીઓને પણ મૂંઝવણમાં મુકાયા છે. વિશ્વ એ વિચારી રહી છે કે પીએમ મોદીની એવી કઈ કૂટનીતિ છે જેના દ્વારા તેઓ પાર્ટીઓ અને વિપક્ષ બંને પર જીત મેળવી લે છે. વડાપ્રધાન મોદીના આ પ્રભાવશાળી નેતૃત્વની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ખાસ વાત એ છે કે આ પ્રસ્તાવ પર પેલેસ્ટાઈનના પક્ષમાં ઊભા રહેવા છતાં ઈઝરાયેલે ભારત પ્રત્યે કોઈ નારાજગી વ્યક્ત કરી નથી.
આ પણ વાંચો : આ મહાશયે આ કારણોસર આપી ભારત છોડવાની વણમાગી સલાહઃ તમારું શું માનવાનું છે?
યુએનમાં ઈઝરાયેલ વિરુદ્ધ લાવવામાં આવ્યો હતો પ્રસ્તાવ
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં, ભારતે ઇઝરાયલની વિરુદ્ધમાં અને UNGA ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું, જેમાં ઇઝરાયેલને પૂર્વ જેરૂસલેમ અને 1967 થી કબજે કરાયેલા અન્ય પેલેસ્ટિનિયન પ્રદેશોમાંથી પાછા ખેંચવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે પશ્ચિમ એશિયામાં વ્યાપક, ન્યાયી અને સ્થાયી શાંતિ હાંસલ કરવાના આહ્વાનનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે.
સેનેગલ દ્વારા રજૂ કરાયેલ ‘પેલેસ્ટાઈનના પ્રશ્નના શાંતિપૂર્ણ ઉકેલ’ અંગેના ડ્રાફ્ટ ઠરાવને મંગળવારે 193 સભ્યોની મહાસભામાં ભારે બહુમતીથી સ્વીકારવામાં આવ્યો હતો. તેની તરફેણમાં મતદાન કરનારા 157 દેશોમાં ભારત સામેલ હતું.