India-Myanmar: હવે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવર નહીં થાય, અમિત શાહે જાહેરાત કરી
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સરકારે ગુરુવારે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવર વ્યવસ્થા(Free Movement Regime) ને સ્થગિત કરી દીધી છે. FRM એવી વ્યવસ્થા છે જે બંને દેશના લોકોને ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ વિના 16 કિમી સુધી અંદર પ્રવેશવાની મંજૂરી આપે છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે X પર પોસ્ટ કરી કહ્યું કે વડા પ્રધાન મોદીએ સંકલ્પ કર્યો છે કે આપણી સરહદો સુરક્ષિત હોવી જોઈએ. તેથી, ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉત્તર-પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા માટે આ સિસ્ટમને નાબૂદ કરવામાં આવશે.
અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું, “વિદેશ મંત્રાલય હાલમાં તેને રદ કરવાની પ્રક્રિયામાં હોવાથી, MHAએ FMRને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે.”
ગૃહ પ્રધાન અમિત શાહે બે દિવસ પહેલા નિવેદનના આપ્યું હતું કે ભારત મ્યાનમાર સાથેની સમગ્ર 1,643 કિલોમીટર લાંબી સરહદ પર ફેન્સીંગ કરશે અને સુરક્ષા દળો માટે પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવશે. ત્યાર બાદ આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે.