
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર દરમિયાન થયેલા કથિત ‘બોફોર્સ કૌભાંડ’ (Bofors scandal) ફરી એક વાર ચર્ચામાં આવી શકે છે. અહેવાલ મુજબ ભારતે સરકાર આ કથિત કૌભાંડની તપાસ ફરી શરુ કરાવી શકે છે. ભારતે 64 કરોડ રૂપિયાના બોફોર્સ કૌભાંડ સંબંધિત માહિતી પૂરી પાડવા માટે અમેરિકાને અરજી મોકલી છે.
Also read : વિદેશમંત્રી એસ. જયશંકર 6 દિવસના યુકે અને આયર્લેન્ડના પ્રવાસે, અનેક મુદ્દાઓ પર થશે દ્વિપક્ષીય મંત્રણા…
કેન્દ્ર સરકારે વર્ષ 1980 અને 1990 વચ્ચે 155 મીમી ફિલ્ડ આર્ટિલરી ગનની ખરીદીમાં થયેલા કથિત કૌભાંડની તપાસ ફરી શરૂ કરવાના સંકેત આપ્યા છે. એક અગ્રેજી અખબારના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે CBIએ તાજેતરમાં જ એક સ્પેશીયલ કોર્ટે દ્વારા જાહેર કરાયેલો એક પત્ર યુએસ ન્યાય વિભાગને મોકલ્યો છે. આ પત્રમાં, એજન્સીએ અમેરિકન ખાનગી ડિટેક્ટીવ કંપની ફેરફેક્સના વડા માઈકલ હર્શમેન સંબંધિત માહિતી માંગી છે.
હર્શમેનનો દાવો:
નોંધનીય છે કે વર્ષ 2017 માં, હર્શમેને દાવો કર્યો હતો કે જ્યાં બોફોર્સ કૌભાંડ માટેની લાંચના પૈસા કથિત રીતે જમા કરવામાં આવ્યા હતા, તે સ્વિસ બેંક એકાઉન્ટ મોન્ટ બ્લેન્ક તેમને શોધી કાઢ્યું ત્યારે તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી ગુસ્સે થયા હતાં.
ફરીથી શરુ થશે તપાસ?
CBIએ ઓક્ટોબર 2024 માં દિલ્હી કોર્ટનો સંપર્ક કર્યો હતો અને યુએસ અધિકારીઓ પાસેથી માહિતી મેળવવાની મંજુરી આપવા વિનંતી કરી હતી. હર્શમેન ભારતીય એજન્સીઓ સાથે સહયોગ કરવા સંમત થયા પછી આ પગલું લેવામાં આવ્યું હતું.
લેટર રોગેટરી એક ઔપચારિક લેખિત વિનંતી હોય છે, જે એક દેશની કોર્ટ બીજા દેશની કોર્ટને ફોજદારી કેસની તપાસમાં મદદ મેળવવા માટે મોકલતી હોય છે.
શું છે કથિત બોફોર્સ કૌભાંડ?
સ્વીડિશ રેડિયો બોફોર્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, આ કૌભાંડ 1989ની લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધીની હારનું આ એક મુખ્ય કારણ બન્યું. જોકે રાજીવ ગાંધી સામે લાંચના આરોપો 2004 માં દિલ્હી હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા હતા, પરંતુ કૌભાંડને લગતા પ્રશ્નો હજુ પણ યથાવત છે.
રાજીવ ગાંધી સરકારમાં ખૂબ જ પ્રભાવશાળી રહેલા ઇટાલિયન ઉદ્યોગપતિ ઓટ્ટાવિયો ક્વાટ્રોચીની પણ આમાં શંકાસ્પદ ભૂમિકા હતી. તપાસ દરમિયાન ક્વાત્રોચીને ભારત છોડવાની મંજૂરી આપવામાં આવી હતી અને તે મલેશિયા ભાગી ગયો હતો.
Also read : સીએમ યોગીએ કહ્યું Mahakumbh એ આસ્થાને આર્થિક પ્રગતિ સાથે જોડી, અયોધ્યા અને કાશી બંનેને ફાયદો
વર્ષ 1990માં CBI દ્વારા આ કેસમાં FIR નોંધવામાં આવી હતી. 1999 અને 2000માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી. રાજીવ ગાંધીને નિર્દોષ જાહેર કર્યા પછી, સ્પેશીયલ કોર્ટે હિન્દુજા બંધુઓ સહિત અન્ય આરોપીઓ સામેના તમામ આરોપો રદ કર્યા. ક્વાત્રોચીને પણ 2011 માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે CBIની અરજી મંજૂર કરી અને તેમની સામે ચાલી રહેલી કાર્યવાહી પાછી ખેંચી લીધી.