સૌથી વધુ પ્રી-ટર્મ બર્થરેટ ધરાવનાર વિશ્વના આઠ દેશોમાં ભારતનો પણ સમાવેશ
નવી દિલ્હી: ભારતમાં 2020માં પ્રી-ટર્મ બર્થ (અકાળ જન્મ) ના 30 લાખ બે હજાર કેસ નોંધાયા હતાં. વિશ્વના તમામ દેશોની સરખામણીમાં આ સંખ્યા સૌથી વધુ . આ સમય દરમીયાન વિશ્વમાં જેટલાં પણ પ્રી-ટર્મ બર્થ ના કેસ નોંધાયા હતાં તેની સરખામણીમાં ભારતમાં 20 ટકા વધુ કેસ નોંધાયા હતાં. એક સંશોધન બાદ રજૂ થયેલ એહવાલમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનીસેફ અને બ્રિટનમાં આવેલ લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસીનના સંશોધકોએ કરેલ સંશોધનમાં જાણવા મળ્યું છે કે 2020માં આખા વિશ્વમાં પ્રી-ટર્મ બર્થના 50 ટકાથી વધુ કેસ માત્ર આઠ દેશોમાં નોંધાયા છે. આ દેશોમાં ભારત સહિત પાકિસ્તાન, નાઇજીરીયા, ચીન, ઇથોપિયા, બાંગ્લાદેશ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને અમેરિકા આ આઠ દેશોનો સમાવેશ છે.
પ્રી-ટર્મ બર્થ ની સંખ્યા વધુ હોવા પાછળ દેશની વધતી જનસંખ્યા, વધુ પ્રસૂતીદર અને ખરાબ આરોગ્ય વ્યવસ્થા જેવા મુખ્ય કારણો જવાબદાર છે. સંશોધકોએ કહ્યું કે, વૈશ્વિક સ્તરે 2020ની શરુઆતમાં એક કરોડ 34 લાખ બાળકોનો જન્મ થયો હતો. જેમાંથી લગભગ 10 લાખ બાળકોનું મૃત્યુ પ્રી-ટર્મ બર્થ ને કારણે સર્જાયેલી ગૂંચવણોને કારણે થયું છે. પ્રી-ટર્મ બર્થ એ બાળકોના મૃત્યુનું મુખ્ય કારણ છે એવું સંશોધકોનું માનવું છે. તેથી પ્રી-ટર્મ બર્થ થયેલ બાળક અને માતાની ખાસ કાળજી લેવાની જરુર છે.
સંશોધકોના મત મુજબ મોટા ભાગે પ્રી-ટર્મ બર્થ રેટ એ ઓછી આવક અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં સૌથી વધુ છે. જોકે ગ્રીસ અને અમેરિકા જેવા વિકસીત દેશોમાં પણ આ દર 10 ટકાથી વધુ નોંધાયો છે. દક્ષિણ એશિયામાં 2020માં બાંગ્લાદેશમાં સૌથી વધુ 16.2 ટકા પ્રી-ટર્મ બર્થ રેટ નોંધાયો હતો. ત્યાર બાદ પાકિસ્તાનમાં 14.4 ટકા અને પછી ભારતમાં 13 ટકા નોંધાયો હતો.
એકાળે જન્મેલા બાળકનું આરોગ્ય પણ ખતરામાં હોય છે. આવા બાળકો જીવી જાય તો પણ મોટાભાગના બાળકોમાં અપંગતા અને વિકાસમાં વિલંબ, ડાયાબિટીસ, હૃદયના રોગ જેવી મોટી બિમારી થવાની શક્યતાઓ વધારે હોય છે.