નેશનલ

Solidarity Palestine: ભારતના પોર્ટ કામદારોએ ઇઝાયલને મોકલતા હથિયારો લોડ ઇનકાર કર્યો

વોટર ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પેલેસ્ટાઇનના લોકો સાથે એકતા વ્યક્ત કરતા ઇઝરાયલ તરફ લઇ જવાતા હથિયારો કાર્ગોમાં લોડ કરવા ઇનકાર કર્યો છે. ફેડરેશને જણાવ્યું હતું કે તેઓ પેલેસ્ટાઈન પર વાપરવા માટે ઇઝરાયેલ અથવા અન્ય કોઈપણ દેશ તરફ લઇ જવાતા હથિયારોથી ભરેલા કાર્ગોને લોડ કે અનલોડ નહીં કરે. વોટર ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન દેશના 11 મોટા બંદરો પર 3,500 થી વધુ કામદારોનું પ્રતિનિધિત્વ કરે છે.

ફેડરેશને એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું. “પોર્ટ પરના કામદારો હંમેશા યુદ્ધ અને મહિલાઓ-બાળકો સહીત નિર્દોષ લોકોની હત્યા સામે અવાજ ઉઠાવતા રહેશે. ગાઝા પર ઇઝરાયેલના તાજેતરના હુમલાને કારણે લાખો પેલેસ્ટિનિયનોને ભારે વેદના અને નુકસાન વેઠવું પડી રહ્યું છે. યુદ્ધમાં મહિલાઓ અને બાળકોની નિર્મમ હત્યા થઈ રહી છે. બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા તેમના બાળકોને માતા-પિતા ઓળખી પણ નથી શકતા.”


‘તાત્કાલિક સીઝફાયર’ માટે આહવાન કરતા, ટ્રેડ યુનિયને કહ્યું, “અમારા યુનિયનના સભ્યોએ હથિયારથી ભારેલા કાર્ગોને હેન્ડલ કરવાનો સામૂહિક રીતે ઇનકાર કરવાનો નિર્ણય લીધો છે. આવા શસ્ત્રોને લોડ અને અનલોડ કરવાથી સત્તાને નિર્દોષ લોકોને મારવાની ક્ષમતામાં મદદ મળે છે.”


પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, “એક જવાબદાર ટ્રેડ યુનિયન તરીકે, અમે શાંતિ માટે ઝુંબેશ ચલાવનારાઓ સાથે અમારી એકતા જાહેર કરીએ છીએ. અમે વિશ્વના મજૂરો અને શાંતિપ્રેમી લોકોને આઝાદ પેલેસ્ટાઈનની માંગ સાથે ઉભા રહેવાનું આહ્વાન કરીએ છીએ.”


ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝા પર ઇઝરાયેલના હુમલામાં 29,000 થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button