
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ હજુ સુધી સતત હિંદુઓ અને હિંદુ ધાર્મિક સ્થળો પર બાંગ્લાદેશમાં સતત હુમલાઓ થઈ રહ્યા છે. જેના પગલે ભારત સરકારે બાંગ્લાદેશ પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. તેમજ અનેક પ્રતિબંધો પણ લાદયા છે. જોકે, તેમ છતાં ભારતે પાડોશી દેશને પ્લેનક્રેશની દુર્ઘટના બાદ માનવવાના ધોરણે
મદદ આપવાની જાહેરાત કરી છે. જેમાં ભારત વિમાન ક્રેશના ઘાયલોની મદદ માટે વિશેષ ડોકટરો અને નર્સની ટીમ
મોકલશે.
ભારતમાં તેમના ઈલાજ માટે ભલામણ પણ કરશે
આ અંગે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે , ભારત જરૂરી મેડીકલ સુવિધા સાથે બર્ન સ્પેશીયાલીસ્ટ ડોકટરો અને નર્સોની ટીમ ઢાકા મોકલવા આવશે. બર્ન સ્પેશીયાલીસ્ટ આ ઘટનામા દાઝી ગયેલા લોકોનો યોગ્ય રીતે ઇલાજ કરશે. આ ટીમ દર્દીઓની હાલતનું આકલન કરશે અને તેમની સારવાર કરશે. તેમજ ભારતમાં તેમના ઈલાજ માટે ભલામણ પણ કરશે. આ ટીમમાં રામ મનોહર લોહિયા અને સફદરજંગ હોસ્પિટલના ડોકટરો અને નર્સ સામેલ છે.
23 જુલાઈના રોજ પ્લેનક્રેશ થયું હતું 165 લોકો ઘાયલ
ઉલ્લેખનીય છે કે, 23 જુલાઈ સોમવારે ઢાકાના ઉત્તર વિસ્તાર દિયાબારીમાં આવેલી માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજની બે માળની ઇમારત પર ચીનમાં બનેલું એફ-7 બીજીઆઇ તાલીમી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં વિમાનમાં તકનીકી ખામી સર્જાઈ, જેના કારણે આ દુર્ઘટના બની હતી. સેનાની મીડિયા શાખા ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)અનુસાર, આ ઘટનામાં મૃતકોની સંખ્યા 31 થઈ છે, જ્યારે 165 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમની ઢાકાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.