
નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલોનો બદલો લેવા માટે ભારત તૈયારી કરી રહ્યું હોય તેવા એંધાર્ણ છે. આ દરમિયાન ભારતીય નૌસેનાની એક પોસ્ટ અત્યારે વાયરલ થઈ રહી છે. ભારતીય નૌસેના દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં Mission Ready, Anytime, Anywhere, Anyhow લખવામાં આવ્યું છે. પહેલગામમાં થયેલા આતંકવાદની વિશ્વભરના દેશોએ વિરોધ કર્યો છે. જેમાં 28 લોકોનું મોત થયું હતું. આના કારણે ભારત અત્યારે એક્શનમાં આવી ગયું અને ત્રણેય સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. તેનો અર્થ એ છે કે, ગમે ત્યારે કંઈક નવા જુની થવાના એંધાર્ણ વર્તાઈ રહ્યાં છે.
Power in unity; Presence with Purpose
— IN (@IndiannavyMedia) April 26, 2025
#MissionReady#AnytimeAnywhereAnyhow pic.twitter.com/EOlQFyXFgJ
ભારતીય નૌસેના પાકિસ્તાનને જબડાતોડ જવાબ આપવા માટે તૈયાર
ભારતીય નૌસેના દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં Power in unity; Presence with Purpose લખવામાં આવ્યું છે. ભારતીય નૌસેના પાકિસ્તાનને જબડાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. મહત્વની વાત એ છે કે, માત્ર નૌસેના દ્વારા જ આ પોસ્ટ નથી કરવામાં આવી પરંતુ ભારતીય આર્મી અને એરફોર્સ દ્વારા પણ આવી જ પોસ્ટ કરવામાં આવી છે. જેના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, શું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે? ચર્ચાઓ એવી પણ છે કે, શું ભારત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કે એર સ્ટ્રાઈક જેવી કોઈ મોટી સ્ટ્રાઈક કરવાની તૈયારી કરી રહ્યું છે?
ત્રણેય સેનાઓ સાથે સરકાર લગાતાર કરી રહી છે બેઠકો
નોંધનીય છે કે, આતંકી હુમલા બાદ સરકાર ત્રણેય સેનાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લગાતાર બેઠકો કરી રહી છે. એટલું જ નહીં પરંતુ વડાપ્રધાને ચોખ્ખા શબ્દોમાં કહ્યું પણ હતું કે, ભારત દ્વારા આ હુમલાનો જવાબ આપવામાં આવશે. આતંકવાદીઓેએ સ્વપ્નામાં પણ નહીં વિચાર્યું હોય તેવી સજા કરવામાં આવશે. પરંતુ કેવી કાર્યવાહી કરવામાં આવશે તે બાબતે કોઈ ચોક્ક્સ વિગતો સામે આવી નથી. પરંતુ ભારત સરકારે મોટી કાર્યવાહીની તૈયારી કરી હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
યુદ્ધ થાય તો પાકિસ્તાનની હાલત કેવી થશે?
મહત્વની વાત એ છે કે, જો યુદ્ધની સ્થિતિ નિમાર્ણ પામે છે તો તેમાં નૌસેનાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. ભારતની નૌસેનાની તાકાત પાકિસ્તાન કરતા અનેક ગણી વધારે છે. જેથી પાકિસ્તાન માત્ર ખોખલી ધમકીઓ જ આપી શકે છે. બાકી યુદ્ધ થયું તો પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડશે. ત્યાર બાદ પાકિસ્તાન કેટલા વર્ષો પાછળ જતું રહેશે અને ત્યાના લોકોની સ્થિતિ વિકટ બની જશે. જો કે, યુદ્ધ કરવામાં આવશે તેવી કોઈ ચોક્કસ સત્તાવાર માહિતી સામે આવી નથી. અત્યારે તો બન્ને દેશોની સરહદ પરની સ્થિતિ જોતા માત્ર અટકળો થઈ રહી છે.