ભારતે કુદરતી હીરાના ઝવેરાત માટે ચીનને પાછળ ધકેલ્યું

મુંબઇ: ભારતે કુદરતી હીરાના ઝવેરાત માટે વિશ્વના બીજા સૌથી મોટા બજાર તરીકે ચીનને પાછળ મૂકી દીધું છે. ભારતમાં હીરા સંપાદન દર હજુ પણ યુએસ જેવા પરિપક્વ બજારો કરતા ઘણો નીચે હોવા છતાં ભારતના કુદરતી હીરાના ઝવેરાત ક્ષેત્રમાં વધુ વૃદ્ધિને વેગ માટે એક મહત્વપૂર્ણ તક છે, એમ ડી બીયર્સ બ્રાન્ડ્સના સીઈઓ સેન્ડ્રિન કોન્સિલરે જણાવ્યું હતું. કુદરતી હીરા વધુને વધુ દુર્લભ બની રહ્યા છે. 2005થી હીરાની પુન:પ્રાપ્તિમાં 30 ટકાનો ઘટાડો થયો છે, તાજેતરના વર્ષોમાં કોઈ નોંધપાત્ર નવી માઇન મળી નથી. આ દુર્લભતા તેમની આકર્ષણને વધારે છે, જે તેમને એક કિમતી અને વિશિષ્ટતાનું પ્રતીક બનાવે છે.
નોંધવું રહ્યું કે ભારતીય બજારમાં વધુ પગપેસારો કરવાની વ્યૂહરચનાના ભાગરૂપે વિશ્વની સૌથી મોટી ડાયમંડ કંપની ડી બીયર્સ ગ્રુપે ખાસ યુવા પેઢીથી નેચરલ ડાયમંડની માગમાં વૃદ્ધિને ટેકો આપવા માટે સૌપ્રથમ સેક્નડ ઇયર પિઅર્સિંગ રિચ્યુઅલ પ્રોગ્રામની રજૂઆત કરી છે અને આ થીમ માટે લવ ફ્રોમ ડેડ કલેકશનનું નામ આપ્યું છે અને આ ક્નસેપ્ટનો દેશભરમાં પ્રસાર વધારવા માટે ડી બીયર્સ ગ્રુપે આ વર્ષના પ્રારંભે લોન્ચ થયેલા ઈન્ડિયન નેચરલ ડાયમંડ રિટેલર અલાયન્સ દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સાથેની ભાગીદારીમાં આ પ્રોગ્રામને સંકલિત કર્યો છે.
આ પણ વાંચો: અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટીમાં હિંદુ ધર્મ મુદ્દે વિવાદ! અભ્યાસક્રમમાં છાપી છે નફરતની વાતો…
કુદરતી હીરા ઉદ્યોગે તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર આર્થિક પરિવર્તન જોયું છે. કુદરતી હીરાનું વૈશ્વિક ઉત્પાદન 2005-2006માં વાર્ષિક 175 મિલિયન કેરેટથી ઘટીને 2023માં 121 મિલિયન કેરેટ થયું છે.