નવી દિલ્હી: લોકસભા ચૂંટણી(Loksabha Election)માં ભાજપને પછાડવા રચાયેલા વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (I.N.D.I.A.)ના સભ્ય પક્ષોની એક મહત્વપૂર્ણ બેઠક આજે યોજાવા જઇ રહી છે. જેમાં ગઠબંધનના નેતાઓ ડિજિટલ માધ્યમથી જોડાશે. આજની બેઠક દરમિયાનયાન ગઠબંધનને મજબૂત કરવા, બેઠકોની વહેંચણી પર વ્યૂહરચના બનાવવા અને સંયોજકની નિમણૂક કરવા પર ચર્ચા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના નેતા મમતા બેનર્જી આ વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ નહીં લે, કારણ કે તેઓ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાં વ્યસ્ત છે.
બેઠકમાં વિપક્ષી ગઠબંધનના સંયોજકની નિમણૂક પર પણ ચર્ચા થશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે જનતા દળ યુનાઇટેડ (JDU) નીતિશ કુમારને કન્વીનર બનાવવા માંગે છે, જેનો તૃણમુલ કોંગ્રેસ(TMC) વિરોધ કરી રહી છે. વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કરવાનો આ બીજો પ્રયાસ છે, થોડા દિવસો પહેલા આવો જ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે સફળ થયો ન હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ TMCને શુક્રવારે સાંજે મીટિંગ વિશે જાણ કરવામાં આવી હતી અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનના પહેલાથી જ કેટલાક નિર્ધારિત કાર્યક્રમો છે જેના કારણે તે તેમાં હાજરી આપી શકશે નહીં. ટીએમસીએ એવી પણ રજૂઆત કરી હતી કે બેઠક આવતા અઠવાડિયે યોજાઈ શકે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે 13 જાન્યુઆરી, 2024 ના રોજ સવારે 11:30 વાગ્યે ઝૂમ પર ઈન્ડિયા બ્લોકના નેતાઓ મળશે. તેમણે કહ્યું કે, ‘બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે જેમાં બેઠકોની વહેંચણી, 14 જાન્યુઆરીથી ઇમ્ફાલથી શરૂ થનારી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ સામેલ છે.’
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ