ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

ભારત ફક્ત શાંતિના પક્ષમાં, યુક્રેનની મુલાકાત પૂર્વે પીએમ મોદીએ દુનિયાને આપ્યો મોટો મેસેજ

કિવ : ભારત માત્ર શાંતિનો પક્ષ લેશે. શુક્રવારે યુક્રેનની યાત્રા પર જતાં પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)આ મોટો સંદેશ આપ્યો હતો. રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી વિશ્વના પ્રથમ નેતા છે જેમની મેજબાની બંને દેશો કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી ઝેલેન્સકી સાથે યુક્રેનના યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન પર ચર્ચા કરશે. આ પૂર્વે તેમણે પૉલેન્ડમાં પણ કહ્યું હતું કે “આ યુદ્ધનો યુગ નથી”.

પીએમ મોદીએ સૌથી પહેલા 2022માં વ્લાદિમીર પુતિનને આ વાત કહી હતી. તેની બાદ વર્ષ 2023 માં વોશિંગ્ટનમાં યુએસ પ્રમુખ જો બાઈડન

ઝેલેન્સકી હવે કિવમાં પીએમ મોદીને આવકારવા આતુર

ઉલ્લેખનીય છે કે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પીએમ મોદીની મોસ્કો મુલાકાતની આકરી ટીકા કરી હતી અને પીએમ મોદીના પુતિનને ગળે મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પુતિનને વિશ્વના સૌથી ભયંકર ગુનેગાર ગણાવ્યા હતા. જો કે ઝેલેન્સકી હવે કિવમાં પીએમ મોદીને આવકારવા આતુર છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે અમેરિકાની મુલાકાતે જશે.

રશિયા અને યુક્રેનની મુલાકાતો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે અમેરિકાની મુલાકાતે જશે. અહીંથી તે વિશ્વને સંદેશ આપી શકે છે અને બંને દેશો વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવાનો પ્રયાસ કરી શકે છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button