નેશનલ

IPC, CrPc, એવિડન્સ એક્ટના સ્થાને 3 નવા ફોજદારી કાયદા આ તારીખથી અમલમાં આવશે, સરકારે કરી જાહેરાત

નવી દિલ્હી: તાજેતરમાં સાંસદમાં ત્રણ નવા ફોજદારી કાયદા બનવવાના આવ્યા હતા. આ ત્રણ કાયદાઓ ઇન્ડિયન પીનલ કોડ(IPC), ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) અને એવિડન્સ એક્ટનું સ્થાન લેશે. કેન્દ્ર સરકારે શનિવારે જાહેરાત કરી હતી કે આ ત્રણ કાયદાઓ 1 જુલાઈથી અમલમાં આવશે.

આ સાથેજ બ્રિટીશ યુગના IPC, CRPC અને ઇન્ડિયન એવીડન્સ એક્ટ ઈતિહાસ થઇ જશે. નવા કાયદામાં આતંકવાદની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે, ગુના તરીકે રાજદ્રોહને નાબૂદ કરવામાં આવ્યો છે, પરંતુ ‘રાજ્ય સામેના ગુનાઓ’ ટાઈટલ હેઠળ નવી કલમો ઉમેરવામાં આવી છે.


આ ત્રણ બિલો પહેલીવાર ઓગસ્ટ 2023માં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા. હોમ અફેર્સ પરની સ્થાયી સમિતિએ ઘણી ભલામણો કર્યા પછી, શિયાળુ સત્રમાં બીલના ફરીથી તૈયાર કરાયેલા સંસ્કરણો રજૂ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે આ બિલનો ડ્રાફ્ટ વ્યાપક પરામર્શ પછી તૈયાર કરવામાં આવ્યો હતો અને તેઓ પોતે દરેક અલ્પવિરામ અને પૂર્ણવિરામમાંથી પસાર થયા હતા.


ભારતીય ન્યાય સંહિતા, 2023 ભારતીય દંડ સંહિતા, 1860 નું સ્થાન લેશે. ભારતીય ન્યાય સંહિતામાંથી રાજદ્રોહ કાઢી નાખવામાં આવ્યો છે પરંતુ અલગતાવાદ, બળવો અને ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા વિરુદ્ધના કૃત્યોને શિક્ષા કરતી બીજી જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે. સગીરા પર સામૂહિક બળાત્કાર અને મોબ લિંચિંગ માટે મૃત્યુદંડ, સજામાંની એક તરીકે કમ્યુનીટી સર્વિસને સમાવવામાં આવીછે.


ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 CrPC, 1973નું સ્થાન લેશે. જેમાં દલીલો પૂર્ણ થયાના 30 દિવસની અંદર સમયબદ્ધ તપાસ, ટ્રાયલ અને ચુકાદો ની જોગવાઈ છે. આ ઉપરાંત યૌન શોષણ પીડિતાના નિવેદનનું વિડિયો રેકોર્ડિંગ ફરજિયાત બનાવાયું છે. મિલકત અને ગુનાની આવકને જપ્ત કરવાની નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત