નેપાળ પહોંચ્યા વિદેશ પ્રધાન એસ. જયશંકર, ભારત-નેપાળ સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે
કાઠમંડુઃ ભારતના નેપાળ સાથેના સંબંધોને વધુ સુધરવા વિદેશ પ્રધાન એસ જયશંકર આજે સવારે કાઠમંડુ પહોંચ્યા છે. જયશંકર નેપાળી વિદેશ પ્રધાન નારાયણ પ્રકાશ સૌદના આમંત્રણ પર ત્યાં ગયા છે. તેઓ નેપાળી વિદેશ પ્રધાન સાથે ભારત-નેપાળ સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. આ ઉપરાંત કનેક્ટિવિટી, ડિજિટલ પેમેન્ટ અને વેપાર સહિત અનેક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગ વધારવાના મુદ્દે પણ બંને દેશો વચ્ચે ચર્ચા થશે. .વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે તેમની મુલાકાત દરમિયાન વિદેશ પ્રધાન જયશંકર રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે પણ સૌજન્ય મુલાકાત કરશે.
નોંધનીય છે કે ભારત-નેપાળ સંયુક્ત આયોગની સ્થાપના 1987માં કરવામાં આવી હતી અને તે બંને પક્ષોને દ્વિપક્ષીય ભાગીદારીના તમામ પાસાઓની સમીક્ષા કરવા માટે એક મંચ પૂરો પાડે છે. નેપાળના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અમૃત બહાદુર રાયના જણાવ્યા અનુસાર, સંયુક્ત આયોગની બેઠક દરમિયાન, નેપાળ-ભારત સંબંધોના સમગ્ર સ્તરની સમીક્ષા કરવામાં આવશે.
ભારત ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિમાં માને છે અને એ નીતિ મુજબ નેપાળ ભારતનું મહત્વનું ભાગીદાર છે. એસ. જયશંકરની આ મુલાકાત બે નજીકના અને મૈત્રીપૂર્ણ પાડોશીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાને ધ્યાનમાં રાખીને છે,” એમ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે તેમની મુલાકાત દરમિયાન વિદેશ પ્રધાન જયશંકર રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ સાથે સૌજન્ય મુલાકાત કરશે. નોંધનીય છે કે નેપાળ પાંચ ભારતીય રાજ્યો – સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે 1,850 કિલોમીટરથી વધુ લાંબી સરહદ ધરાવે છે.