
નવી દિલ્હી : ભારતમાં આવતા અઠવાડિયાથી ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર અમલમાં આવતા નટ, બોલ્ટ અને સ્ક્રૂ સહિતના સ્ટીલ ફાસ્ટનર્સની આયાત બંધ થઈ શકે છે. આ સંભવિત સ્થિતિને કારણે મોટી સંખ્યામાં નાના પાયાના ઉત્પાદન એકમો બંધ થવાનું જોખમ રહેલું છે. બુધવારે દિલ્હી સ્થિત એક થિંક ટેન્કે આશંકા વ્યક્ત કરી હતી કે આ નવા નિયમોથી હજારો-લાખો લોકોની નોકરીઓ છીનવાઈ શકે છે.
Also read : વાટાઘાટ ગઈ નિષ્ફળ, 24-25 માર્ચે બેંક કર્મચારીઓની હડતાલ…

ઔદ્યોગિક ક્ષેત્રની સ્થિરતા, ટકાઉપણું અને સલામતી માટે સ્ટીલ ફાસ્ટનર્સ મહત્વપૂર્ણ છે. સ્ટીલ ફાસ્ટનર્સનો ઉપયોગ ઓટોમોટિવ, ઉત્પાદન, ઇલેક્ટ્રોનિક્સ, મશીન અને સાધનો ઉત્પાદન, રેલ્વે, લશ્કરી, સંરક્ષણ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં થાય છે. ગ્લોબલ ટે્રડ રિસર્ચ ઇનિશિયેટિવ અનુસાર સ્ટીલ ફાસ્ટનર્સની આયાત 20 માર્ચથી બંધ થઈ જશે કારણકે કોઈપણ વિદેશી ઉત્પાદકને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના સ્ટાન્ડર્ડાઈઝેશન પ્રક્રિયા હેઠળ મંજૂરી મળી નથી. આ કારણે સપ્લાય ચેઇનના સૌથી નીચલા સ્તરે અનિશ્ચિતતા અને સપ્લાય વિક્ષેપો સર્જાશે.
નવા નિયમોથી ભારતના અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રો જેમ કે ઓટોમોબાઈલ, એરોસ્પેસ, ઇલેક્ટ્રોનિક્સ અને સંરક્ષણ ચોક્કસ પ્રકારના ફાસ્ટનર્સની આયાત પર ખૂબ આધાર રાખે છે. આ તમામ સેક્ટરો પર અચાનક અનિશ્ચિતતાના વાદળો છવાઈ જવાને કારણે ઉત્પાદન જોખમમાં મુકાશે.
Also read : સંભલમાં તંત્રનાં બંદોબસ્તથી “કાંકરી ન ખરી!” હોળી અને જુમ્માની ઉલ્લાસપૂર્વક ઉજવણી
સરકારે પ્રોડક્ટોની ગુણવત્તા, માનવ, પ્રાણી અને વનસ્પતિ સ્વાસ્થ્યનું રક્ષણ અને અન્યાયી પ્રથાઓને રોકવા માટે ગુણવત્તા નિયંત્રણ આદેશો જારી કર્યા છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ સાથે પરામર્શ કર્યા પછી સરકારી વિભાગોએ આ સંદર્ભમાં સૂચના જારી કરી છે. આ આદેશનું પાલન સ્થાનિક અને વિદેશી ઉત્પાદકો માટે ફરજિયાત છે અર્થાત્ ઉત્પાદકો અને આયાતકારોએ આ ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ ધોરણોનું પાલન કરવું અને બીઆઈએસ પ્રમાણપત્ર મેળવવું જરૂરી બનશે.