ભારત નિર્મિત કરી રહ્યું છે નવી બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ, રેન્જમાં સમગ્ર પાકિસ્તાન...
નેશનલ

ભારત નિર્મિત કરી રહ્યું છે નવી બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ, રેન્જમાં સમગ્ર પાકિસ્તાન…

નવી દિલ્હી : ભારત સંરક્ષણ ક્ષેત્રે પણ સતત આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર છે. જેમાં હવે આગામી બે વર્ષમાં 800 કિલોમીટર સુધી ટાર્ગેટને હીટ કરનારી નવી બ્રહ્મોસ સુપર સોનિક ક્રુઝ મિસાઈલ સેનામાં સામેલ કરવામાં આવશે. આ મિસાઈલ વર્ષ 2027ના અંત સુધી નિર્મિત થઈ જશે.

સ્વદેશી સંરક્ષણ ક્ષમતા અને આત્મનિર્ભરતાનું પ્રતિક

દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શનિવારે બ્રહ્મોસ સુપર સોનિક ક્રુઝ મિસાઇલની રેન્જ અને ક્ષમતાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે બ્રહ્મોસ વિશ્વની સૌથી ઝડપી અને સૌથી અદ્યતન મિસાઇલોમાંની એક છે. બ્રહ્મોસ માત્ર એક મિસાઇલ નથી, પરંતુ ભારતની વધતી જતી સ્વદેશી સંરક્ષણ ક્ષમતા અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે. બ્રહ્મોસ ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની કરોડરજ્જુ બની છે. રાજનાથે કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં બ્રહ્મોસનું એક ટ્રેલર હતું. સમગ્ર પાકિસ્તાન બ્રહ્મોસની પહોંચમાં છે.

બ્રહ્મોસ ભારતના સૌથી ઘાતક શસ્ત્રોમાની એક

બ્રહ્મોસ મિસાઇલ પહેલાથી જ ભારતના સૌથી ઘાતક શસ્ત્રોમાની એક છે. તે 3424 કિમી/કલાકની ઝડપે ટાર્ગેટ તરફ જાય છે. જે અવાજની ગતિ કરતા ત્રણ ગણી છે. હાલમાં, તેની રેન્જ 450 કિલોમીટરની છે. જો કે, તેનું નવું સંસ્કરણ હવે 800 કિલોમીટર સુધીના ટાર્ગેટને નિશાન બનાવી શકશે.

બ્રહ્મોસ માટે રેમજેટ એન્જિન લગભગ તૈયાર

800 કિલોમીટરની બ્રહ્મોસ માટે રેમજેટ એન્જિન લગભગ તૈયાર છે. તેને વધુ મજબૂત બનાવવા માટે તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. હાલમાં વધારાના પરીક્ષણો ચાલી રહ્યા છે. આ પરીક્ષણોમાં મિસાઇલના ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ અને ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ની સુસંગતતા ચકાસવામાં આવી રહ્યા છે. જો આ પરીક્ષણો સફળ થશે તો મિસાઇલ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. નૌકાદળ તેના યુદ્ધ જહાજો પર પહેલાથી જ તૈનાત 450 કિલોમીટરના બ્રહ્મોસને 800 કિલોમીટરની રેન્જમાં અપગ્રેડ કરી શકશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button