5G સ્માર્ટ ફોનના મામલે ભારત ચીનથી પણ આગળ નીકળવાની તૈયારીમાં
મુંબઇ: મુંબઇ: 5 G સ્માર્ટ પોનના મામલે ભારત ચીનની નિકટ પહોંચી ગયું છે. ભારતે છેલ્લા 12 મહિનામાં ફોર-જીથી ફાઇવ-જી સ્માર્ટફોન શિપમેન્ટમાં ચીન સાથેનું અંતર નોંધપાત્ર રીતે ઘટાડયું છે અને તેની નજીક પહોંચી ગયું છે. ભારતના કુલ સ્માર્ટફોન શિપમેન્ટમાં ફાઇવ-જી ફોનનો હિસ્સો ગત નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 57 ટકાથી વધીને ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 83.4 ટકા થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન, ચીનની ફાઇવ-જી ફોન શિપમેન્ટ 89.5 ટકાથી વધીને 95.6 ટકા થઈ ગઈ છે.
Also Read – ISRO અવકાશમાં વધુ મોટી સિદ્ધિઓ નોંધાવશે! આ એજન્સી સાથે કર્યા મહત્વના કરાર…
આ સમયગાળા દરમિયાન, ચીને ત્રિમાસિક ધોરણે કોઈ નોંધપાત્ર વધારો નોંધાવ્યો નથી. ભારતથી વિપરીત, ફાઇવ-જી ફોનનો ચીનનો હિસ્સો નાણાકીય વર્ષ 2024ના ત્રીજા ક્વાર્ટરમાં 93.2 ટકાથી ઘટીને ચોથા ક્વાર્ટરમાં 89.8 ટકા થયો હતો.
ભારતમાં, નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તમામ સ્માર્ટફોન શિપમેન્ટમાં ફાઇવ-જી ફોનનો હિસ્સો 77 ટકા હતો, જેનો અર્થ છે કે અગાઉના ક્વાર્ટરની તુલનામાં બીજા ક્વાર્ટરમાં સાત ટકાથી વધુનો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 5જી સ્માર્ટફોન શિપમેન્ટ 3.84 કરોડ સુધી પહોંચી ગયું છે, જે કોઈપણ ક્વાર્ટરમાં સૌથી વધુ છે. આ એક ક્વાર્ટર પહેલાની સરખામણીએ 43 ટકા અને એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીમાં 53 ટકાનો વધારો દર્શાવે છે.સ્માર્ટ પોનના મામલે ભારત ચીનની નિકટ પહોંચી ગયું છે. ભારતે છેલ્લા 12 મહિનામાં ફોર-જીથી ફાઇવ-જી સ્માર્ટફોન શિપમેન્ટમાં ચીન સાથેનું અંતર નોંધપાત્ર રીતે ઘટાડયું છે અને તેની નજીક પહોંચી ગયું છે.
ભારતના કુલ સ્માર્ટફોન શિપમેન્ટમાં ફાઇવ-જી ફોનનો હિસ્સો ગત નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 57 ટકાથી વધીને ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 83.4 ટકા થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન, ચીનની ફાઇવ-જી ફોન શિપમેન્ટ 89.5 ટકાથી વધીને 95.6 ટકા થઈ ગઈ છે.
આ સમયગાળા દરમિયાન, ચીને ત્રિમાસિક ધોરણે કોઈ નોંધપાત્ર વધારો નોંધાવ્યો નથી. ભારતથી વિપરીત, ફાઇવ-જી ફોનનો ચીનનો હિસ્સો નાણાકીય વર્ષ 2024ના ત્રીજા ક્વાર્ટરમાં 93.2 ટકાથી ઘટીને ચોથા ક્વાર્ટરમાં 89.8 ટકા થયો હતો.
ભારતમાં, નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તમામ સ્માર્ટફોન શિપમેન્ટમાં ફાઇવ-જી ફોનનો હિસ્સો 77 ટકા હતો, જેનો અર્થ છે કે અગાઉના ક્વાર્ટરની તુલનામાં બીજા ક્વાર્ટરમાં સાત ટકાથી વધુનો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 5જી સ્માર્ટફોન શિપમેન્ટ 3.84 કરોડ સુધી પહોંચી ગયું છે, જે કોઈપણ ક્વાર્ટરમાં સૌથી વધુ છે. આ એક ક્વાર્ટર પહેલાની સરખામણીએ 43 ટકા અને એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીમાં 53 ટકાનો વધારો દર્શાવે છે.