નેશનલ

ભારતમાં શો કેન્સલ થયા બાદ નિરાશ થયો પંજાબી રેપર શુભ

ઈન્સ્ટાગ્રામ પર મોટું નિવેદન આપ્યું


ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સતત ખટાશ આવી રહી છે ત્યારે પંજાબી રેપર શુભ પણ વિવાદોમાં ફસાઈ ગયો છે. ભારતમાં ખાલિસ્તાની તરફી શુભજીતનો વિરોધ થઈ રહ્યો છે. મુંબઈ, ચંદીગઢ સહિત ભારતમાં તેના શો કેન્સલ કરવામાં આવ્યા છે. ભારતના લોકોએ રેપર શુભનો વિરોધ કર્યો હતો અને તેના પોસ્ટરો સળગાવી દીધા હતા.

ભારતમાં શો કેન્સલ થયા બાદ કેનેડા સ્થિત પંજાબી રેપર શુભજીત સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે અને લખ્યું છે કે ભારત મારો દેશ છે. મારો જન્મ અહીં થયો હતો. આ મારા ગુરુઓ અને પૂર્વજોની ભૂમિ છે, પરંતુ તાજેતરની ઘટનાઓએ મારી મહેનત અને પ્રગતિને અસર કરી છે. હું મારી નિરાશા અને દુ:ખ વ્યક્ત કરવા માટે થોડાક શબ્દો કહેવા માંગુ છું.


હું ભારતમાં મારો પ્રવાસ રદ થવાથી ખૂબ જ નિરાશ છું. હું મારા દેશમાં પ્રદર્શન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી અને હું છેલ્લા બે મહિનાથી પૂરા દિલથી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ભારત મારો દેશ છે. પંજાબ મારી આત્મા હૈ, પંજાબ મારા લોહીમાં છે. આજ હું જે પણ કંઇ છું, એ પંજાબી હોવાને કારણે જ છું. પંજાબીઓને દેશભક્તિ સાબિત કરવાની જરૂર નથી. તેથી મારી નમ્ર વિનંતી છે કે દરેક પંજાબીને અલગતાવાદી કે રાષ્ટ્ર વિરોધી લેબલ ચોંટાડવાનું ટાળો.


ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની તરફી શુભજીત પર ખાલિસ્તાની જૂથોને સમર્થન આપવાનો અને ભારતનો ખોટો નકશો શેર કરવાનો આરોપ છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button