નેશનલ

Petrol Diesel Price : ઈરાન-ઈઝરાયેલ તણાવના લીધે પેટ્રોલ ડીઝલના ભાવમાં થઇ શકે છે વધારો…

નવી દિલ્હી : મધ્ય એશિયામાં સર્જાયેલી તણાવની સ્થિતિના લીધે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ(Petrol Diesel Price) પર અસર વર્તાઇ શકે છે. ઈરાન -ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવના લીધે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. આ બંને દેશો વચ્ચે ભવિષ્યમાં ગમે ત્યારે મોટું યુદ્ધ થવાની શક્યતા છે . જો સ્થિતિ સર્જાશે તો સમગ્ર વિશ્વને અસર થશે.

આ પણ વાંચો : Chhattisgarh ના દંતેવાડામાં અથડામણ, 23 નકસલી માર્યા ગયા

ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં ઈરાન 7 માં સ્થાને

મીડિયા અહેવાલ મુજબ ઈરાન વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોની યાદીમાં 7મા નંબરે છે. ઈરાન તેના લગભગ અડધા ક્રૂડ ઓઇલ ઉત્પાદનની નિકાસ કરે છે. ઈરાન પાસે વિશ્વમાં ચોથા નંબરનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ભંડાર છે. જ્યારે ગેસની વાત કરીએ તો ઈરાન પાસે વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ગેસ ભંડાર છે.

30 લાખ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન

આ સિવાય ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC)માં ઈરાન ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને ઈરાન દરરોજ લગભગ 30 લાખ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે જો ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ વધે છે તો તેની પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર કેટલી અસર થઈ શકે છે.

ઈરાન ક્રૂડ ઓઇલમાંથી કેટલા રૂપિયા કમાય છે ?

અમેરિકાએ ઈરાન પર ઘણા કડક પ્રતિબંધો લગાવ્યા છે. જો કે, આ પછી પણ 2024 ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન, ઈરાને તેલની નિકાસમાંથી 35.8 બિલિયન ડોલરની કમાણી કરી. આ છેલ્લા 6 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે હતો. ચીન ઈરાન પાસેથી સૌથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદે છે. યુએસ હાઉસ ફાઇનાન્શિયલ કમિટીના રિપોર્ટ અનુસાર, ઈરાન તેની કુલ ક્રૂડ ઓઇલ નિકાસના 80 ટકા એકલા ચીનને વેચે છે. એટલે કે ચીન ઈરાન પાસેથી દરરોજ 15 લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે.

ઈઝરાયેલ ક્રૂડ ઓઇલ સુવિધાઓને નિશાન બનાવે તેવી શક્યતા

1 ઓક્ટોબરની રાત્રે ઈરાન તરફથી ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલો છોડવામાં આવી હતી. આ પછી ઈઝરાયેલનું નિવેદન આવ્યું કે ઈરાનને જડબાતોડ જવાબ મળશે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઈઝરાયેલ ઈરાનની ક્રૂડ ઓઇલ સુવિધાઓ પર બોમ્બમારો કરી શકે છે.

આ પણ વાંચો : SCO: ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર જશે પાકિસ્તાન, જાણો શું છે કારણ ?

સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલની કિંમતો પર તેની અસર

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પણ કહ્યું છે કે ઈઝરાયેલ ઈરાનના ઓઈલ બેઝને નિશાન બનાવી શકે છે. જો આમ થશે તો સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલની કિંમતો પર તેની અસર જોવા મળશે. ખાસ કરીને ભારત અને ચીન આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે. જ્યાં ચીન ઈરાન પાસેથી દરરોજ 15 લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદે છે. સાથે જ ભારત ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલની આયાત પણ કરે છે. વર્ષ 2019-20માં ભારતે ઈરાન પાસેથી 1.4 બિલિયન ડોલર ક્રૂડ ઓઇલની આયાત કરી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત