ટોપ ન્યૂઝનેશનલ

ખાદ્ય નિકાસને પ્રોત્સાહન આપવા સરકારની પહેલ; અમદાવાદમાં સ્થપાશે આધુનિક લેબ…

નવી દિલ્હી: ભારત સરકારે ખાદ્ય નિકાસને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરી છે, જે દેશના ખાદ્ય પરીક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને તેને વૈશ્વિક ધોરણોને સમકક્ષ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વાણિજ્ય મંત્રાલય હેઠળની નિકાસ નિરીક્ષણ પરિષદ (EIC) એ એક વિગતવાર અભ્યાસ શરૂ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય ખાદ્ય પરીક્ષણ સુવિધાઓમાં સુધારો કરવાનો છે અને તેમને વૈશ્વિક માન્યતા અપાવવાનો છે.

આ પણ વાંચો : Exclusive Video: અમરેલી ‘લેટર કાંડ’ મુદ્દે જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે મુંબઈ સમાચાર પર કર્યો મોટો ઘટસ્ફોટ

અત્યાધુનિક લેબની સ્થાપના

આ પહેલના મુખ્ય મુદ્દાઓમાં નવી અત્યાધુનિક લેબની સ્થાપના કરવાનો સમાવેશ થાય છે. જે અંતર્ગત દેશના અમદાવાદ, ફરીદાબાદ અને મેંગલોરમાં નવી ફૂડ ટેસ્ટિંગ લેબની સ્થાપના કરવામાં આવી રહી છે. આ તમામ સ્થળે નિર્માણ પામનારી લેબ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હશે.

ઇન્ટીગ્રેટેડ ટ્રેસેબિલિટી મોડ્યુલ

આ પહેલ અંતર્ગત સરકારે ઇન્ટીગ્રેટેડ ટ્રેસેબિલિટી મોડ્યુલ શરૂ કરવાની વિચારણા કરી રહી છે. EIC એક નવું ટ્રેસેબિલિટી મોડ્યુલ શરૂ કરશે, જે નિરીક્ષણ, પરીક્ષણ અને પ્રમાણપત્ર પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત અને પારદર્શક બનાવશે.

પારસ્પરિક માન્ય કરાર (MRA)

આ પહેલમાં મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રીમેન્ટ્સ કરવામાં આવશે. વિવિધ દેશો સાથે MRAs અને MOU પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે, જે ભારતીય ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રદાન કરશે અને નિકાસને સરળ બનાવશે.

ખાદ્ય પરીક્ષણ સુવિધાઓનું વિસ્તરણ

સરકાર દ્વારા આ પહેલ અંતર્ગત ખાદ્ય પરીક્ષણ સુવિધાઓનું વિસ્તરણ કરવામાં આવશે. વિગતવાર અભ્યાસના આધારે, આગામી 2-3 મહિનામાં ખાદ્ય પરીક્ષણ સુવિધાઓને અપગ્રેડ કરવાની નવી યોજના બનાવવામાં આવશે. જેનાથી નિકાસની ગુણવત્તા સુનિશ્ચિત થશે.

આ પણ વાંચો : અમદાવાદ ફ્લાવર શોમાં પહેલા જ દિવસે 9 લાખથી વધુની આવક…

વૈશ્વિક માનકોનું અનુપાલન

આ પહેલોનો ઉદ્દેશ્ય ભારતીય ખાદ્ય ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સમકક્ષ લાવવાનો છે, જેનાથી નિકાસમાં વધારો થાય છે અને ભારતની સ્પર્ધાત્મકતામાં વધારો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button