નેશનલ

દેશમાં મોંધવારીમાં વધારો, ડિસેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 1.33 ટકા નોંધાયો

નવી દિલ્હી : દેશમાં મોંધવારીમાં વધારો થયો છે. આ અંગે પ્રકાશમાં આવેલા આંકડા મુજબ શાકભાજી અને પ્રોટીનયુક્ત ખોરાકના ભાવમાં વધારાને કારણે ડિસેમ્બર 2025 માં છૂટક ફુગાવો વધીને 1.33 ટકા થયો. આ છેલ્લા ત્રણ મહિનામાં સૌથી ઉચ્ચ સ્તરે છે. જોકે, આરબીઆઈના મતે ફુગાવો હજુ નિયંત્રણમાં છે. આ ઉપરાંત આગામી મહિનામાં ખાદ્યપદાર્થોના ભાવ ખાસ કરીને શાકભાજી અને અનાજનો ભાવ ફુગાવાની દિશા નક્કી કરશે. જ્યારે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક બંને ફુગાવા પર નજીકથી નજર રાખી રહ્યા છે.

ફુગાવાના દરમાં સતત વધારો ઘટાડો

દેશમાં ફુગાવાના દરમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં આંકડા મંત્રાલયની માહિતી મુજબ ફુગાવામાં સતત વધઘટ થઈ રહી છે:

જેમાં ડિસેમ્બર 2025માં 1.33 ટકા જે ત્રણ મહિનાનો ઉચ્ચતમ સ્તર છે. જ્યારે નવેમ્બર 2025 0.71 ટકા અને સપ્ટેમ્બર 2025 1.44 ટકા જેટલો ઊંચો હતો.

મુખ્ય ફુગાવો અને ખાદ્ય ફુગાવામાં વધારો

રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયના જણાવ્યા મુજબ, ડિસેમ્બર 2025 દરમિયાન મુખ્ય ફુગાવો અને ખાદ્ય ફુગાવામાં વધારો મુખ્યત્વે પર્સનલ કેર અને સૌંદર્ય પ્રસાધનો, શાકભાજી, માંસ અને માછલી, ઇંડા, મસાલા, કઠોળ અને તેમના ઉત્પાદનોના ભાવમાં વધારાને કારણે થયો હતો. નોંધનીય છે કે સરકારે આરબીઆઈને ફુગાવાના લક્ષ્યને 4 ટકા પર રાખવાનો નિર્દેશ આપ્યો છે.જેમાં બંને બાજુ 2 ટકા માર્જિન છે.

ભારતીય રિઝર્વ બેંકના અંદાજથી બે ટકા નીચે રહ્યો

જ્યારે છૂટક ફુગાવો સતત ચોથા મહિને ભારતીય રિઝર્વ બેંકના અંદાજથી બે ટકા નીચે રહ્યો છે. કેન્દ્ર સરકારે આરબીઆઇને ફુગાવાને 4 ટકા ની અંદર રાખવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જ્યારે વર્તમાન ડેટા સૂચવે છે કે ફુગાવો હાલમાં નિયંત્રણમાં છે, પરંતુ તાજેતરનો વધારો નીતિ નિર્માતાઓને સાવધ રહેવાની જરૂરિયાતનો સંકેત આપે છે.

આપણ વાંચો:  અમેરિકાએ ઝડપેલી રશિયન ટેન્કરને હિમાચલનો રક્ષિત ચલાવતો હતો, પરિવારે પીએમ મોદીને પરત લાવવા અપીલ કરી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button