ભારતે નેપાળ બોર્ડર પર સુરક્ષા વધારી, મમતા બેનર્જીએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી | મુંબઈ સમાચાર
નેશનલ

ભારતે નેપાળ બોર્ડર પર સુરક્ષા વધારી, મમતા બેનર્જીએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી

કોલકાતા : ભારતને અડીને આવેલા નેપાળમાં સતત થઈ રહેલા હિંસક પ્રદર્શનોના લીધે નેપાળને અડીને આવેલા પશ્વિમ બંગાળના ઉત્તરી જીલ્લાઓ સરહદ પર સુરક્ષા વધારવા આવી છે. તેમજ નેપાળના સરકાર વિરોધી પ્રદર્શનના પગલે આ જીલ્લાઓમાં શાંતિ જાળવી રાખવા પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે આપણો પાડોશમાં શાંતિ રહેશે તો આપણે પણ શાંતિ રહેશે.

લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી

પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ઉત્તર બંગાળના પ્રવાસ પર જતા પૂર્વે કોલકાતા એરપોર્ટ પર કહ્યું કે, અમે નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશને પ્રેમ કરીએ છીએ. તેમણે સિલીગુડી, ક્લીમ્પોંગ અને નેપાળ સરહદને અડીને આવેલા અન્ય વિસ્તારના લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. તેમજ તણાવ પેદા થાય તેવી ગતિવિધીઓથી દુર રહેવા અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે એ બાબત પર પણ ભાર મુક્યો કે વિદેશ નીતિ કેન્દ્ર સરકારનો વિષય છે. અમે તેમાં હસ્તક્ષેપ ના કરી શકીએ એ અમારા અધિકારક્ષેત્રની બહાર છે. અમે ઈચ્છીએ છે કે પાડોશી દેશમાં શાંતિ સ્થાપિત થાય.

આ પણ વાંચો: નેપાળનો હિંસક અને સત્તા વિરોધી પ્રદર્શન આ રીતે બની શકે છે પાકિસ્તાન માટે ખતરો

ભારતે નેપાળ સાથેની સરહદ પર સુરક્ષા વધારી

આ ઉપરાંત ભારતે નેપાળ સાથેની 1751 કિલોમીટર લાંબી સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. જેના કારણે દાર્જિલિંગના પાણી ટાંકી સહિત અનેક પ્રદેશોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અર્ધલશ્કરી દળો અને પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. જ્યારે દાર્જિલિંગમાં એક નવી ચોકી સ્થાપિત કરવામાં આવી છે.

વાહન વ્યવહાર આંશિક રીતે ખોરવાયો

આ અંગે પોલીસ અધિક્ષક પ્રવીણ પ્રકાશે જણાવ્યું હતું કે, અહીં એક પોલીસ ચોકી બનાવવામાં આવી છે જેમાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે. અમે એલર્ટ મોડ પર છીએ અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. તેમજ આ પ્રદર્શનના લીધે વાહન વ્યવહાર આંશિક રીતે ખોરવાયો હોવાથી ટ્રકો ફસાયેલી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button