‘ભારત હિંદુ રાષ્ટ્ર છે, પણ…’: આરએસએસના વડાએ આપ્યું મહત્ત્વનું નિવેદન

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના નોએડામાં એક સભાને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે રવિવારે ભાગવતે કહ્યું હતું કે ભારત પહેલાથી જ હિન્દુ રાષ્ટ્ર છે માત્ર તમારે એને ઓળખવાની જરૂર છે.
આ મુદ્દે ભાગવતે આગળ કહ્યું હતું કે આજના યુવાનો ચમત્કાર કરી રહ્યા છે, પરંતુ તેમને તક પણ આવી જોઈએ. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આવી ગયું છે, પરંતુ તેના પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી એટ્લે લોકોને તેનાથી બીક લાગે છે.
આજે પૂરી દુનિયા ભારતના વિકાસની રાહ જોઈ રહી છે અને તે ત્યારે જ શક્ય છે જ્યારે તમે પોતાના બળ પર કઈક કરીને બતાવશો. આજે આખી દુનિયા યોગ દિવસની ઉજવણી કરે છે, જે એક પ્રકારે ભારતનો વિકાસ છે. પહેલા લોકો યોગને જાદુટોણા જ કહેતા હતા.
હિન્દુ રાષ્ટ્રને લઈને ભાગવતે કહ્યું હતું કે હિન્દુ રાષ્ટ્ર બનાવવું શું છે? એ તો પહેલેથી જ બન્યું છે. તમને ફક્ત ઓળખવાની જરૂર છે. ભારતે બીજા દેશો સાથે મિત્રતા વધારવી જોઈએ અને ભારત અને અમેરિકાએ સાથે મળીને આગળ વધવું જોઈએ. ભારત ભવિષ્યમાં દુનિયાને અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જશે. ભારત લિબિયા જેવા યુદ્ધગ્રસ્ત દેશોમાં જઈને પોતાના નાગરિકોની સાથે બીજા દેશોના નાગરિકોને પણ બચાવે છે.
અમારી ત્યાં એવું માનવમાં આવે છે કે રાષ્ટ્ર બને છે, બનાવવામાં નથી આવતા અને બનાવેલા રાષ્ટ્રો તૂટી જાય છે. આજે 26 નવેમ્બર 2023 સંવિધાન દિવસના રોજ મોહન ભાગવતે ડૉ આંબેડકરને યાદ કરતાં કહ્યું ડૉ બાબાસાહેબ આંબેડકરે સંવિધાન સભામાં કહ્યું હતું કે સ્વતંત્રતા અને સમાનતા એકસાથે નથી આવતી. આ બંનેને એકસાથે લાવવા ભાઇચારાની જરૂર છે. ભારત સર્વોપરી છે અને આપણે બધા ભાઈઓ છે. આરએસએસના પ્રમુખે કહ્યું હતું કે આપણી તમામ સમસ્યાનો ઉકેલ સદ્ભાવના છે.