ભારતના તમામ એરપોર્ટ પર હાઈએલર્ટ, ટર્મિનલ બિલ્ડીંગમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ

નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂરનો બીજો તબક્કો ચાલુ છે. પાકિસ્તાને જમ્મુ અને અન્ય શહેરો પર ડ્રોનથી હુમલો કર્યો હતો. જેની બાદ હવામાં તોડી પાડવામાં આવ્યા. આ પછી, ભારતે પણ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. પાકિસ્તાનના લાહોરમાં ભારતે મોટો હુમલો કર્યો છે. આ દરમિયાન, ભારતની આંતરિક સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોએ તમામ એરલાઇન્સ અને એરપોર્ટને સુરક્ષા વધુ કડક બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
ટર્મિનલ બિલ્ડિંગમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ
જેમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)એ દેશભરની તમામ એરલાઇન્સ અને એરપોર્ટ્સને સુરક્ષા પગલાં વધારવાનો નિર્દેશ આપ્યો છે. જેમાં બધા એરપોર્ટ પર બધા મુસાફરોનું સેકન્ડરી લેડર પોઇન્ટ ચેકિંગ (SLPC) કરવામાં આવશે. ટર્મિનલ બિલ્ડિંગમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એર માર્શલ્સ તૈનાત કરવામાં આવશે.
આ પણ વાંચો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ફાઉન્ડેશન કોર્સ સિવાયની સીએની પરીક્ષા મોકૂફ
પ્રસ્થાનના ઓછામાં ઓછા 3 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવા સૂચન
જેની બાદ અકાસા એર દ્વારા ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. X પર એરલાઇનની એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતના તમામ એરપોર્ટ પર સુરક્ષાના પગલાં વધારવામાં આવ્યા હોવાથી અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે સરળતાથી ચેક-ઇન અને બોર્ડિંગ અનુભવ સુનિશ્ચિત કરવા માટે પ્રસ્થાનના ઓછામાં ઓછા 3 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચો. તમે એરપોર્ટમાં પ્રવેશ માટે સરકાર દ્વારા માન્ય ફોટો ઓળખ દસ્તાવેજ સાથે રાખો. તમારા ચેક-ઇન કરેલા સામાન ઉપરાંત ફક્ત 7 કિલો વજનની એક હેન્ડબેગને મંજૂરી આપવામાં આવશે. માર્ગદર્શિકા મુજબ બધા મુસાફરોએ બોર્ડિંગ પહેલાં બે વાર સુરક્ષા તપાસ કરવી પડશે.