નેશનલ

આ મોસ્ટ વોન્ટેડ આરોપીઓને યુએસથી ભારત લાવવામાં આવશે! વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા દાવો

નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરીસ બાદ યુનાઈટેડ સ્ટેટ્સની મુલાકાતે (PM Modi US Visit) જવાના છે. તેમની આ મુલાકાત અનેક કારણોસર ખાસ રહેવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદી પહેલીવાર તેમને રૂબરૂ મળશે. બંને નેતાઓ વચ્ચે મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચાઓ થશે, આ દરમિયાન ભારતને મોટો ફાયદો થઇ શકે છે. અહેવાલ મુજબ ભારત અમેરિકાને એક યાદી સોંપી શકે છે, જેમાં અમેરિકામાં છુપાયેલા ભાગેડુ આરોપીઓના નામ હશે.

આ મોસ્ટ વોન્ટેડ નામ સામેલ!
જોકે આવી કોઈ યાદી અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. એક ન્યુઝ ચેનલે આપેલા અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભારતની કેટલીક સિક્યોરિટી એજન્સીઓએ મળીને આ યાદી તૈયાર કરી છે. આ યાદીમાં ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને અનમોલ બિશ્નોઈના નામ સામેલ હોઈ શકે છે. અનમોલ ભારતમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. યાદીમાં કયા ગુનેગારોના નામ સામેલ કરવામાં આવશે તે અંગે સરકાર તરફથી સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી નથી.

Also read: કેનેડામાં પંજાબી સિંગર એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ, ગોલ્ડી બ્રાર પર આરોપ

અહેવાલમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય એજન્સીઓ પાસે પહેલાથી જ વિદેશ ભાગી ગયેલા ગુનેગારોની યાદી છે. ગયા અઠવાડિયે, એજન્સીઓને અમેરિકામાં છુપાયેલા ગુનેગારોની એક યાદી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. NCP નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં થયેલી હત્યાના કેસમાં પણ અનમોલનો હાથ હોવાની શંકા છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસની તાપસ દરમિયાન ગોલ્ડી બ્રારની સંડોવણીની જાણ થઇ હતી.

સંબંધિત લેખો

Back to top button