દેશમાં ઓક્ટોબર માસમાં જીએસટી કલેકશનમાં 4. 6 ટકાનો વધારો,તહેવારોમાં ખરીદી વધી | મુંબઈ સમાચાર
નેશનલ

દેશમાં ઓક્ટોબર માસમાં જીએસટી કલેકશનમાં 4. 6 ટકાનો વધારો,તહેવારોમાં ખરીદી વધી

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા ઓકટોબર માસમાં જીએસટીના દરોમાં ઘટાડો કર્યો હતો. તેમ છતાં ઓક્ટોબર માસના જીએસટીની આવકમાં વધારો નોંધાયો છે. જેમાં ઓક્ટોબરમાં તહેવારોની ખરીદીને કારણે કુલ જીએસટી કલેક્શન 4.6 ટકા વધીને આશરે રૂપિયા 1.96 લાખ કરોડ થયું. 22 સપ્ટેમ્બરના રોજથી જીવન જરૂરી ચીજ વસ્તુઓથી લઈને ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ સુધીની કુલ 375 વસ્તુઓ પર જીએસટીના નવા દર લાગુ કરવામાં આવ્યા હતા.આમ, ઓક્ટોબર માસના જીએસટી કલેક્શનના આંકડા તહેવારોમાં વેચાણ અને માંગમાં વધારો થવાની દર્શાવે છે.

આયાત કર 13 ટકા વધીને રૂપિયા 50,884 કરોડ થયો

જોકે, ઓક્ટોબરમાં જીએસટી વસૂલાતમાં વાર્ષિક ધોરણે 4.6 ટકાનો વધારો પાછલા મહિનાઓમાં જોવા મળેલા સરેરાશ 9 ટકાના વધારો કરતાં ઓછો હતો. સ્થાનિક વેચાણની સૂચક કુલ સ્થાનિક આવક ઓક્ટોબરમાં બે ટકા વધીને રૂપિયા 1.45 લાખ કરોડ થઈ. જયારે આયાત કર આશરે 13 ટકા વધીને રૂપિયા 50,884 કરોડ થયો. જીએસટી રિફંડ પણ વાર્ષિક ધોરણે 39.6 ટકા વધીને રૂપિયા 26,934 કરોડ થયો છે. જયારે ઓક્ટોબર 2025માં ચોખ્ખી જીએસટી આવક રૂપિયા 1.69 લાખ કરોડ હતી. જે પાછલા વર્ષની સરખામણીમાં 0.2 ટકાનો વધારો દર્શાવે છે.

આ પણ વાંચો : દેશના જીએસટી કલેકશનના 16. 4 ટકાનો વધારો, ગુજરાત સહિત આ રાજ્યોમાં સૌથી વધુ વૃદ્ધિ

ઓક્ટોબરમાં કુલ જીએસટી કલેક્શન રૂપિયા 1.96 લાખ કરોડ રહ્યું

સરકારી આંકડા અનુસાર, ઓક્ટોબરમાં કુલ જીએસટી કલેક્શન રૂપિયા 1.96 લાખ કરોડ રહ્યું હતું. જે ઓક્ટોબર 2024 માં એકત્રિત કરાયેલા રૂપિયા 1.87 લાખ કરોડથી 4.6 ટકા વધુ છે. આ અગાઉ સપ્ટેમ્બરમાં કુલ જીએસટી કલેક્શન રૂપિયા 1.89 લાખ કરોડ હતું, જ્યારે ઓગસ્ટમાં, જીએસટી કલેક્શન રૂપિયા 1. 86 લાખ કરોડ હતું.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button