ટોપ ન્યૂઝનેશનલ

દેશના જીએસટી કલેકશનના 16. 4 ટકાનો વધારો, ગુજરાત સહિત આ રાજ્યોમાં સૌથી વધુ વૃદ્ધિ

મુંબઈ: દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં દેશનું જીએસટી કલેક્શન સતત વધી રહ્યું છે. મે મહિનામાં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST)કલેક્શન 16.4 ટકા વધીને 2.01 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે. રવિવારે જાહેર કરાયેલા સરકારી ડેટામાં આ માહિતી આપવામાં આવી હતી. આ અગાઉ એપ્રિલમાં જીએસટી કલેક્શન 2.37 લાખ કરોડ રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. મે મહિનામાં સ્થાનિક વ્યવહારોમાંથી કુલ જીએસટી આવક 13.7 ટકા વધીને લગભગ 1.50 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે આયાતમાંથી જીએસટી કલેક્શન 25.2 ટકા વધીને 51,266 કરોડ રૂપિયા થયું છે.

સેન્ટ્રલ જીએસટી આવક રૂપિયા 35,434 કરોડ હતી

મે મહિનામાં કુલ સેન્ટ્રલ જીએસટી આવક રૂપિયા 35,434 કરોડ રાજ્ય જીએસટી આવક રૂપિયા 43,902 કરોડ અને ઇન્ટિગ્રેટેડ જીએસટી વસૂલાત લગભગ રૂપિયા 1.09 લાખ કરોડ હતી. સેસમાંથી આવક રૂપિયા 12,879 કરોડ હતી. મે 2024 માં જીએસટી વસૂલાત રૂપિયા 1,72,739 કરોડ હતી. આ મહિનાઓ દરમિયાન કુલ રિફંડ ચાર ટકા ઘટીને રૂપિયા રૂપિયા 27,120 કરોડ થયું. આ મહિના દરમિયાન કુલ જીએસટી વસૂલાત રૂપિયા 1.74 લાખ કરોડની આસપાસ રહી. જે વાર્ષિક 20.4 ટકાનો વધારો દર્શાવે છે.

આ પણ વાંચો: જીએસટીના દરમાં તર્કસંગતતા અને ભવિષ્યમાં સેસ વળતર જેવા મુદ્દા માટે કાઉન્સિલની બેઠક ટૂંક સમયમાં…

ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સૌથી વધુ વૃદ્ધિ

રાજ્યોમાં જીએસટી વસૂલાતના વિકાસમાં મોટો તફાવત છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તમિલનાડુ જેવા મોટા રાજ્યોએ વસૂલાતમાં 17 ટકાથી 25 ટકાનો વધારો નોંધાવ્યો છે. જ્યારે ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા મોટા રાજ્યોએ છ ટકા સુધીનો વધારો દર્શાવ્યો છે.

કેટલાક રાજ્યોમાં જીએસટી વસૂલાતમાં સરેરાશ 10 ટકાનો વધારો

મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન જેવા કેટલાક રાજ્યોમાં જીએસટી વસૂલાતમાં સરેરાશ 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેથી દેશભરમાં સરેરાશ વૃદ્ધિ રાજ્યોમાં સમાન રીતે પ્રતિબિંબિત ન પણ થઈ શકે. આ સંભવત પ્રાદેશિક અથવા મોસમી પરિબળોને કારણે જેના માટે ડેટા-આધારિત વિશ્લેષણની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button