AI-જનરેટેડ કન્ટેન્ટ પર વોટરમાર્ક ફરજિયાત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સરકારનો આદેશ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત વધી રહેલી AI-જનરેટેડ કન્ટેન્ટની ભ્રામક્તા રોકવા કેન્દ્ર સરકારે આદેશ જાહેર કર્યો છે. જેમાં હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને AI-જનરેટેડ કન્ટેન્ટ પર સ્પષ્ટ રીતે વોટરમાર્ક લગાવવા જણાવવામાં આવ્યું છે. જેના લીધે ગેરકાયદે , જાતીય શોષણ અથવા ભ્રામક AIસામગ્રીને રોકવામાં મદદ થઇ શકે. સરકારે જણાવ્યું હતું કે એકવાર AI વોટરમાર્ક લગાવ્યા બાદ દૂર કરી શકાતા નથી અથવા દબાવી શકાતા નથી.
કોઈપણ ડિજિટલ સામગ્રીનો સમાવેશ
આ અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે, માનવસર્જિત અથવા કૃત્રિમ રીતે બનાવેલા કન્ટેન્ટને સ્પષ્ટ વોટરમાર્ક સાથે પ્રદર્શિત કરવી ફરજિયાત રહેશે. આમાં ઓડિયો, વિડિયો, ફોટા અથવા ગ્રાફિક્સ સહિત કોઈપણ ડિજિટલ સામગ્રીનો સમાવેશ થાય છે. જે કમ્પ્યુટર અથવા અન્ય સંસાધન દ્વારા બનાવવામાં આવી છે સંશોધિત કરવામાં આવી છે અથવા બદલવામાં આવી છે.
દર ત્રણ મહિને યુઝર્સને ચેતવણી આપવી આવશ્યક
પ્લેટફોર્મ્સે ઓછામાં ઓછા દર ત્રણ મહિને યુઝર્સને ચેતવણી આપવી આવશ્યક છે. જેમાં નિયમોનું ઉલ્લંઘન દંડ અથવા સજાને પાત્ર હોઈ શકે છે. આ નિયમોનું ઉલ્લંઘન કરવાથી એકાઉન્ટ સસ્પેન્શન અથવા સામગ્રી દૂર થઈ શકે છે.
સરકારે કાર્યવાહી માટેની સમયમર્યાદા પણ ઘટાડી
આ ઉપરાંત કેન્દ્ર સરકારે કાર્યવાહી માટેની સમયમર્યાદા પણ ઘટાડી દીધી છે. જેમાં પહેલા 36 કલાકની અંદર કાર્યવાહી જરૂરી હતી. પરંતુ હવે ત્રણ કલાકની અંદર સૂચના ફરજિયાત છે. ઉલ્લંઘનની સ્થિતિમાં પ્લેટફોર્મ્સે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા જોઈએ. આ પગલું ડિજિટલ મીડિયામાં સલામતી, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. આ યુઝર્સને અધિકૃત અને કૃત્રિમ રીતે જનરેટ કરેલી માહિતી વચ્ચે તફાવત કરવામાં મદદ કરશે.



