ભારતની રત્નો અને ઝવેરાતની નિકાસમાં 31 ટકાનો ઘટાડો, આ કારણો જવાબદાર

મુંબઈ : અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલું ટેરિફ વોર અને બુલિયન બજારના સોના ચાંદીની કિંમતો વધઘટની અસર નિકાસ પર પડી છે. જેમાં ઓકટોબર માસમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રત્ન અને ઝવેરાતની નિકાસમાં ઘટાડો થયો છે. ભારતની રત્નો અને ઝવેરાતની નિકાસ ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં 30.57 ટકા ઘટીને રૂપિયા 19,172.890 કરોડ થઈ છે.
કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ 26.97 ટકા ઘટી
આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ઓક્ટોબર 2024 માં ભારતની કુલ રત્નો અને ઝવેરાતની નિકાસ રૂપિયા 26,237.1 કરોડ હતી. જે આ વર્ષે સમાન સમયગાળામાં 30.57 ટકા ઘટીને રૂપિયા 19,172.890 કરોડ થઈ છે.
જયારે ઓક્ટોબરમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ 26.97 ટકા ઘટીને 9071.41 કરોડ રૂપિયા થઈ છે. જે ગયા વર્ષે ઓક્ટોબરમાં 11,806.45 કરોડ રૂપિયા હતી. ઓક્ટોબરમાં પોલિશ્ડ લેબ-ગ્રોન હીરાની નિકાસ પણ 34.90 ટકા ઘટીને 834.45 કરોડ રૂપિયા થઈ છે. જે ગત વર્ષના સમાન મહિનામાં 1218.25 કરોડ રૂપિયા હતી.
સોનાના ચાંદીના ઝવેરાતની નિકાસમાં પણ સરેરાશ 22 ટકાનો ઘટાડો
જયારે ઓક્ટોબર માસમાં સોનાના ઝવેરાતની નિકાસ પણ 28.4 ટકા ઘટીને રૂપિયા 7520.34 કરોડ થઈ છે જે ગયા વર્ષના ઓક્ટોબરમાં રૂપિયા 9975.17કરોડ હતી.
રંગીન રત્નોની નિકાસ એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન 3.21 ટકા ઘટીને રૂપિયા 2173.08 કરોડ થઈ છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં રૂપિયા 2163.52 કરોડ હતી. જયારે ચાંદીના ઝવેરાતની નિકાસ ઓક્ટોબરમાં 16 ટકા ઘટીને 121.37 રૂપિયા 1072.81 કરોડ થઈ છે જે ગત વર્ષના ઓક્ટોબરમાં રૂપિયા 1219.01 કરોડ હતી.



