ભારતના ગગનયાન મિશનની તૈયારી તેજ, ઈસરોએ એર ડ્રોપ સિસ્ટમનું સફળ પરિક્ષણ કર્યું

નવી દિલ્હી : ભારત સ્પેસ સાયન્સ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે. જેમાં હવે ઈસરોએ દેશના મહત્વકાંક્ષી એવા ગગનયાન મિશનની તૈયારી તેજ કરી દીધી છે. જે અંતર્ગત ઈસરોએ રવિવારે પેરાશૂટ આધારિત ડીસેલેરેશન સિસ્ટમનું નિદર્શન કર્યું હતું. આ દરમિયાન એર ડ્રોપ સિસ્ટમનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેના સશસ્ત્ર દળોએ ઇસરોની મદદ કરી હતી.
આ અંગે ઈસરોએ એક્સ પર લખ્યું કે, ગગનયાન મિશન માટે પેરાશૂટ આધારિત ડીસેલેરેશન સિસ્ટમનું સંપૂર્ણ પ્રદર્શન માટેના પ્ર્થમ એર ડ્રોપ ટેસ્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. પરિક્ષણમાં ભારતીય વાયુસેના, ડીઆરડીઓ, ભારતીય નૌ સેના અને ભારતીય કોસ્ટ ગાર્ડના સહયોગથી કરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: ગગનયાનના એન્જિનનું સફળ પરીક્ષણ: ઇસરોની ઐતિહાસિક સિદ્ધિ!
જાણો શું છે ગગનયાન મિશન ?
ગગનયાન ભારતનું પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન છે. જેમાં ચાર અવકાશયાત્રીઓને અવકાશ યાત્રા પર લઈ જવામાં આવશે. આ અવકાશયાનને આ વર્ષે લોન્ચ કરવાની યોજના છે. પહેલા એક માનવરહિત પરીક્ષણ ઉડાન થશે જેમાં વ્યોમમિત્ર રોબોટ મોકલવામાં આવશે. ગગનયાન મિશન ત્રણ દિવસનું છે.
આ મિશન માટે માનવને 400 કિમીના પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા પર અવકાશમાં મોકલવામાં આવશે અને પછી સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.
આપણ વાંચો: ISRO ના પ્રમુખે જાહેર કરી ગગનયાન મિશનના લોન્ચની તારીખ, ચંદ્ર પર મોકલાશે 350 કિલોનું રોવર
સર્વિસ મોડ્યુલ પ્રોપલ્શન સિસ્ટમનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું
ઇસરોએ હાલમાં જ ગગનયાન મિશન માટે સર્વિસ મોડ્યુલ પ્રોપલ્શન સિસ્ટમનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. હોટ ટેસ્ટ દરમિયાન પ્રોપલ્શન સિસ્ટમનું પ્રદર્શન આગાહીઓ મુજબ સામાન્ય હતું. ગગનયાનના સર્વિસ મોડ્યુલમાં એક ખાસ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે જે બે પ્રકારના ઇંધણ પર ચાલે છે.
આ સિસ્ટમ તે ભાગને મદદ કરે છે જે માનવ સાથે અવકાશમાં જશે. તેનું કામ રોકેટને યોગ્ય ભ્રમણકક્ષામાં લઈ જવાનું ઉડાન દરમિયાન દિશા નિયંત્રિત કરવાનું, જરૂર પડ્યે રોકેટની ગતિ ધીમી કરવાનું અને જો કંઈક ખોટું થાય તો મિશનને અધવચ્ચે જ રોકીને અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે પાછા લાવવાનું છે.