પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

બેગલુરુ : ભારતના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની તબિયત બગડી છે. તેમને તાવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને બેગલુરુની ઓલ્ડ એરપોર્ટ રોડ પર આવેલી મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ડોકટરોની એક ટીમ તેમની સતત દેખરેખ રાખી રહી છે.
તાવ આવતાં હોસ્પિટલમાં દાખલ
મણિપાલ હોસ્પિટલે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, 92 વર્ષીય એચડી દેવગૌડા તાવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના જરૂરી રિપોર્ટ કરવામાં આવ્યા છે. તેમજ ડૉક્ટરની ટીમ સતત તેની સારવાર લઇ રહી છે. તેમજ તેમની તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવશે.
આપણ વાંચો: ‘મારી ધીરજની પરીક્ષા ન કરો, જલ્દી ભારત આવો’ પ્રજજ્વલ રેવાન્નને પૂર્વ PM દેવગૌડાની ચેતવણી
વડાપ્રધાન તરીકે આર્થિક સુધારાઓને આગળ ધપાવ્યા
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ વડાપ્રધાન તરીકે આર્થિક સુધારાઓને આગળ ધપાવ્યા છે. જેમાં ખાસ કરીને ગ્રામીણ વિકાસ અને માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે વર્ષ 1996-97 રજૂ કર્યું હતું.
જેમાં ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારો માટે અનેક યોજનાઓનો સમાવેશ થતો હતો. તેઓ જનતા દળ (એસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા છે અને કર્ણાટકના રાજકારણમાં સક્રિય રહ્યા છે. તેમના પુત્ર એચ.ડી. કુમારસ્વામી કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે.