ફ્લાઈટના મુસાફરોને લાગી શકે છે મોટો આંચકો, આ વસ્તુ પર મુકાશે પ્રતિબંધ...
Top Newsનેશનલ

ફ્લાઈટના મુસાફરોને લાગી શકે છે મોટો આંચકો, આ વસ્તુ પર મુકાશે પ્રતિબંધ…

નવી દિલ્હી : દિલ્હી એરપોર્ટ પર થોડા દિવસ અગાઉ ઈન્ડિગોની એક ફ્લાઈટમાં મુસાફરની પાવર બેંકમાં આગ લાગવાની ઘટના બની હતી. જેની બાદ ડીજીસીએ હવે ફ્લાઈટમાં પાવર બેંક લઈ જવા પર પ્રતિબંધ મુકવા પર ગંભીર વિચારણા કરી રહ્યું છે. જેના પગલે ડીજીસીએ દ્વારા વેશ્વિક નિયમોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જેની બાદ ફ્લાઈટ પાવર બેંકના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી શકે છે. તેમજ જો શકય બનશે તો સંપૂર્ણ પ્રતિબંધ પણ લાગુ કરવામાં આવી શકે છે.

ડીજીસીએ ઘટનાની સમીક્ષા કરશે

જોકે, દિલ્હીમાં ફ્લાઈટમાં આ ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય આ ઘટનાની સમીક્ષા કરશે. પાવર બેંક એક એવું ઉપકરણ છે જેમાં બેટરી હોય છે અને તેનો ઉપયોગ મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે થાય છે. ફ્લાઈટમાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, ખાસ કરીને લિથિયમ બેટરી ધરાવતી વસ્તુઓ, લઈ જવા અંગે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

આ ઘટનામાં કોઈ ઈજા નહોતી થઈ

જોકે, આ ઘટના બાદ ઇન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુસાફરોને કોઈ ઈજા નથી થઈ અને આગ સામાન્ય હતી. અકસ્માત સમયે ઇન્ડિગોની ફ્લાઇટ 6E-2107 એરપોર્ટ પર જ હતી અને એક મુસાફરે સીટની પાછળના પાઉચમાં પોતાની પાવર બેંક મૂકી હતી. જેમાં આગ લાગી હતી. આ ઉપરાંત હાલમાં જ એર ચાઇનાની ફ્લાઇટમાં ઓવરહેડ કમ્પાર્ટમેન્ટમાં લિથિયમ બેટરીમાં પણ આગ લાગી હતી. એર ચાઇનાની આ ફ્લાઇટ હાંગઝોઉથી સિઓલ જઈ રહી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button