3000 રૂપિયામાં FASTagનો વાર્ષિક પાસ, ક્યારે થશે લોંચ ? શું થશે ફાયદા ?

નવી દિલ્હી : દેશમાં 15 ઓગસ્ટથી ફાસ્ટટેગની(FASTag)વાર્ષિક પાસ યોજના અમલી બનવાની છે.જેના લીધે નેશનલ હાઇવે ટોલ પેમેન્ટ સરળ અને ઝડપી બનશે. જેમાં વાહન ચાલકો 3000 રૂપિયા ભરીને 200 ટોલ ફ્રી ટીપ મેળવી શકશે. આ વાર્ષિક પાસ યોજના નોન-કોમર્શિયલ કાર, જીપ અને વાન માટે લાગુ કરવામાં આવી છે. આ પાસ નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર જ માન્ય રહેશે.
ફાસ્ટટેગ વેરિફાઈ થયાના બે કલાક બાદ એક્ટીવ થશે
ત્યારે આવો જાણીએ કે, આ ફાસ્ટ ટેગ વાર્ષિક પાસ યોજના રાજમાર્ગયાત્રા મોબાઈલ એપ અથવા નેશનલ હાઈવેની સત્તાવાર વેબસાઈટ પરથી એક્ટીવ કરી શકાશે. આ પાસ નાણા ભર્યા બાદ અને વાહન અને ફાસ્ટટેગ વેરિફાઈ થયાના બે કલાક બાદ એક્ટીવ થશે.
રાજયના ટોલ બુથ પર માન્ય નહી રહે
આ ફાસ્ટટેગ વાર્ષિક પાસ માત્ર નેશનલ અને એકસપ્રેસ વે પર જ માન્ય રહેશે. જેમાં રાજયના ટોલ બુથ અથવા એક્સપ્રેસ વે માન્ય નહી રહે. આ સ્થળોએ ફાસ્ટ ટેગ સામાન્ય ટોલ કલેકશન સિસ્ટમની જેમ કામ કરશે. જ્યાં ટોલ ટેકસ ભરવો પડશે.
સુવિધા પુન: એકટીવ કરાવવી પડશે
આ ઉપરાંત ફાસ્ટટેગ વાર્ષિક પાસ યોજના હેઠળ તેની મર્યાદા અને પુન: એક્ટીવેશનની જાણકારી પણ આપવામાં આવી છે. જેમાં 200 ફ્રી ટીપની મર્યાદા અથવા એક વર્ષની સમય મર્યાદા પૂર્ણ થશે તો ફાસ્ટટેગ ઓટોમેટિક એક સામાન્ય ફાસ્ટ ટેગમાં રૂપાંતરિત થઈ જશે. તેમજ જો વાહન ચાલક આ પાસની સુવિધા વધુ સમય માટે લેવા માંગતા હોય તો તેમને નેશનલ હાઈવેની વેબસાઈટ પર જઈને આ સુવિધા પુન: એક્ટીવ કરાવવી પડશે.
આ પણ વાંચો…કારની વિન્ડશિલ્ડ પર FASTag પર નથી લગાવ્યું? ચેતી જજો નહીંતર…