
નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની 80 મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દેશની રાજધાની દિલ્હીમાં પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યો પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે યુએનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું.
આતંકવાદ પ્રત્યે તેની પ્રતિક્રિયા અવિશ્વાસ પેદા કરે છે
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, એ માનવું પડશે કે સંયુકત રાષ્ટ્રમાં બધું બરાબર નથી ચાલી રહ્યું છે. તેમજ તેના નિર્ણય લેવાની પદ્ધતિ દરેક દેશોના હિતોનું રક્ષણ નથી કરતી. તેમજ ના તો વિશ્વની મુખ્ય સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમજ સંયુક્ત રાષ્ટ્રમાં થનારી અત્યાર સુધીની ચર્ચાઓ વિભાજીત છે. તેમજ તેનું કામ હજુ પણ સ્થગિત છે. તેમજ મહત્વનું એ છે કે આતંકવાદ પ્રત્યે તેની પ્રતિક્રિયા અવિશ્વાસ પેદા કરે છે.
આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ દ્રઢ કરવો જોઈએ
વિદેશ મંત્રી એસ. જયશંકરે વધુમાં જણાવ્યું કે હાલ 80 મી વર્ષગાંઠ ચાલે છે. તેથી આપણે આશા ના છોડવી જોઈએ. તેમજ બહુપક્ષવાદ સાથે પ્રતિબંધતા ગમે તેટલી ત્રુટીપૂર્ણ હોય પણ મજબુત રહેવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન કરવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ દ્રઢ કરવો જોઈએ.
આ પણ વાંચો…અફઘાનિસ્તાને ભારતનું અનુકરણ કર્યું! પાકિસ્તાનમાં વહેતી નદી પર ડેમ બંધાશે



