નેશનલ

ભારતની નિકાસ આ વર્ષે 825 અબજ ડોલરને પાર કરશે, આ છે કારણ

નવી દિલ્હી: ભારત હવે નિકાસ ક્ષેત્રે પણ હરણફાળ ભરશે તેમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું. તેમણે આ વર્ષે ભારતની નિકાસ 825 અબજ ડોલરથી વધુ થશે. ભારતની નિકાસમાં વધારો થવાનું કારણ મુક્ત વેપાર કરાર હશે. તેમણે કહ્યું કે સંયુક્ત આરબ અમીરાત , ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન મુક્ત વેપાર સંગઠન જેવા દેશો સાથે મુક્ત વેપાર કરારો આગામી મહિનાઓમાં નિકાસને વધારવામાં મદદ કરશે.

નિકાસ 825 અબજ ડોલરને પાર કરશે

ભારત મુક્ત વેપાર કરાર આ વર્ષે 1 ઓક્ટોબરથી અમલમાં આવવાની અપેક્ષા છે. મંત્રીએ જણાવ્યું કે વિશ્વ વેપાર ગંભીર ભૂરાજકીય પડકારોનો સામનો કરી રહ્યો છે, પરંતુ ભારત આવા સમયમાં સતત અગ્રેસર રહ્યું છે. તેમજ વર્ષ 2025-26માં દેશની માલ અને સેવાઓની નિકાસ ચોક્કસપણે 825 અબજ ડોલરને પાર કરશે.

ભારત હંમેશા પડકારજનક સમયમાં વિજેતા તરીકે ઉભરી આવ્યું

ગોયલે કહ્યું કે કેટલીક વૈશ્વિક એજન્સીઓનો અંદાજ છે કે વૈશ્વિક વેપારમાં ઘટાડો થશે. તેમણે કહ્યું કે વિશ્વ ગંભીર ભૂરાજકીય પડકારોમાંથી પસાર થઈ રહ્યું છે. તેથી આ એક પડકારજનક સમય છે, પરંતુ ભારત હંમેશા પડકારજનક સમયમાં વિજેતા તરીકે ઉભરી આવ્યું છે. અમે 2024-25માં 825 અબજ ડોલરની નિકાસ કરી હતી. આ વર્ષે અમે વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખીએ છીએ.

દેશો સાથે વ્યૂહરચના સાથે મુક્ત વેપાર કરારો

તેમણે કહ્યું કે મોદી સરકાર ઓસ્ટ્રેલિયા, બ્રિટન, EFTA, યુરોપિયન યુનિયન (EU),UAE, ઓમાન, પેરુ અને ચિલી જેવા વિકસિત દેશો/પ્રદેશો સાથે મુક્ત વેપાર કરારો કરી રહી છે. ગોયલે કહ્યું કે અહીં અમે સહકાર આપીએ છીએ, કોઈ સ્પર્ધા નથી. તેથી અમે સારી રીતે વિચારેલી વ્યૂહરચના સાથે મુક્ત વેપાર કરારો કરી રહ્યા છીએ.

આ પણ વાંચો -‏‏‎ આ છે દુનિયાના માલેતુજારોની યાદીઃ જાણો ભારતના કેટલા છે?

માલ અને સેવાઓની નિકાસ વાર્ષિક 21 ટકાથી વધુ

ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO)ના અંદાજ મુજબ, દેશની એકંદર માલ અને સેવાઓની નિકાસ વાર્ષિક 21 ટકાથી વધુ વધીને 2025-26 માં 1000 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. FIEO ના પ્રમુખ એસ.સી. રાલ્હને જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ખરીદ દારો તેમના સ્ત્રોતોને વૈવિધ્યીકરણ કરવાની ઇચ્છાને કારણે આ સારી વૃદ્ધિ શક્ય બની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button