આ વર્ષે ભારતની નિકાસ 6 ટકા વધવાની શક્યતા: પીયૂષ ગોયલ | મુંબઈ સમાચાર
નેશનલ

આ વર્ષે ભારતની નિકાસ 6 ટકા વધવાની શક્યતા: પીયૂષ ગોયલ

મુંબઈ: કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે બુધવારે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે 2024ના સમાન સમયગાળાની તુલનામાં આ વર્ષે ભારતની નિકાસ લગભગ 6 ટકા વધશે.

પડકારો છતાં વૈશ્ર્વિક વેપારમાં દેશના મજબૂત પ્રદર્શન પર ભાર મૂકતા, તેમણે કહ્યું હતું કે મુક્ત વેપાર કરારો (એફટીએ) પર ચર્ચા ઘણા દેશો સાથે આગળ વધી રહી છે.

આ પણ વાંચો: નિકાસ ૬.૭ ટકા વધીને ૩૫ અબજ ડોલરના સ્તરે, આયાતમાં ૧૦ ટકાનો ઘટાડો

‘ભારતની નિકાસ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આ વર્ષે લગભગ 6 ટકા વધશે. મારું માનવું છે કે આપણે વર્ષનો અંત સકારાત્મક રીતે કરીશું,’ એમ જણાવતાં ગોયલે ઉમેર્યું હતું કે મુક્ત વેપાર કરારો (એફટીએ) પર ચર્ચા ઘણા દેશો સાથે આગળ વધી રહી છે.

‘ભારતની વધતી જતી તાકાત અને આપણે અમૃતકાળમાં 4 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રથી 30 ટ્રિલિયન ડોલરથી વધુના અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યા છીએ તે સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત વ્યવસાય કરવા માટે યોગ્ય સ્થળ છે. વિશ્ર્વ ભારત સાથે કામ કરવા માગે છે,’ એમ તેમણે જણાવ્યું હતું.

‘અમે તાજેતરમાં 5.1 ટકાના સૌથી ઓછા બેરોજગારીના ડેટા સાથે બહાર આવ્યા છીએ,’ એમ પણ તેમણે કહ્યું હતું.
બેરોજગારીના મુદ્દાને સંબોધતા, વાણિજ્ય મંત્રીએ કહ્યું કે ભારત તકોનો દેશ છે.

આ પણ વાંચો: જીએસટીમાં રાહત બાદ સરકાર નિકાસ પ્રોત્સાહન પેકેજ લાવવાની તૈયારીમાં

“બેરોજગારી છે તેવું કહેવું ખૂબ જ આકર્ષક હોઈ શકે છે. જો કે, જ્યારે હું લાર્સન અને ટુબ્રોને મળ્યો, ત્યારે તેમણે મને કહ્યું કે તેઓ સમયસર પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી શકતા નથી કારણ કે તેમને પૂરતા કામદારો મળતા નથી. હકીકતમાં,
યુએઈ સાથેના સફળ મુક્ત વેપાર કરાર (એફટીએ)નો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું હતું કે તે વિશ્ર્વનો સૌથી ઝડપી એફટીએ હતો.

અમે 88 દિવસમાં વાટાઘાટો કરી, તેને અંતિમ સ્વરૂપ આપ્યું અને તેના પર હસ્તાક્ષર કર્યા. ત્યારથી, યુએઈમાં અમારી નિકાસ ઝડપથી વધી રહી છે. 25 લાખથી વધુ ભારતીયો ત્યાં રહે છે. હું ઉચ્ચ-સ્તરીય ટાસ્ક ફોર્સ રોકાણ સંવાદ માટે જઈ રહ્યો છું અને ઘણા રોકાણકારોને મળીશ. કાપડ, દરિયાઈ, ચામડું અને ફાર્માસ્યુટિકલ્સ એ ચોક્કસ ક્ષેત્રો છે જ્યાં અમે વેપાર વિસ્તરણ અને વૈવિધ્યકરણ શોધી રહ્યા છીએ,’ એમ તેમણે ઉમેર્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button