નેશનલ

Electric vehicle sales in India 2023: ઇલેક્ટ્રીક વાહનોનું વેચાણ એક વર્ષમાં 49 ટકાથી વધ્યું: કુલ વેચાણ 15.29 ટકા રહ્યું: FADA

નવી દિલ્હી: આખા દેશમાં હવે ઇલેક્ટ્રીક વાહનોનો ક્રેઝ વધી ગયો છે. તેથી જ ઇવીની ડિમાન્ડ પણ વધી ગઇ છે. 2023માં દેશમાં ઇલેક્ટ્રીક વાહનોનું કુલ વેચાણ 49.25 ટકાએ વધ્યું હતું. જે અંતર્ગત આ વેચાણ 15,29,947 થયું હતું. વાહન જિલન સંઘના મહાસંઘ FADA એ મંગળવારે આ જાણકારી આપી હતી. આંકડાઓ મુજબ ઇવી ઇન્ડસ્ટ્રીએ 2022માં કુલ 10,25,063 વાહનો વેચ્યા હતાં. હાલમાં જ 2023નું વર્ષ પૂરું થયું છે. આ વર્ષમાં ટુ-વ્હિલર ઇવીનું વેચાણ 36.09 ટકાથી વધીને 8,59,376 યુનિટ થયું હતું. જે 2022માં 6,31,464 યુનિટ હતું. એવી જ રીતે થ્રી-વ્હિલર ઇવી વાહનોનું વેચાણ પાછલાં વર્ષે 65.23 ટકાથી વધીને 5,82,793 યુનિટ થયું હતું. જે 2022માં 3,52,710 યુનિટ હતું. ઇ-કમર્શીયલ વાહનોનું વેચાણ પાછલાં વર્ષે 114.16 ટકા વધીને 5,673 યુનિટ હતું. જ્યારે પાછલાં વર્ષે આ સંખ્યા 2,649 યુનિટ હતી. FADA ના આંકડાઓ મુજબ ઇ-પેસેન્જર વેહીકલનું વેચાણ પાછલાં વર્ષે 114.71 ટકાથી વધીને 82.105 યુનિટ થયું હતું. જે 2022માં 38,240 હતું. FADA એ સોમવારે કહ્યું કે, ઇવીનું છૂટક વેચાણ પાછલાં વર્ષે 11 ટકાથી વધ્યું છે. ઘરેલુ બજારમાં વાહનોનું છૂટક વેચાણ 2,38,67,990 યુનિટ હતું. જ્યારે 2022માં આ સંખ્યા 2,14,92,324 હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button