કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું, ‘મોદીજી જીતી જશે તો દેશમાં તાનાશાહી આવશે’
ઔરંગાબાદ: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Congress President Mallikarjun Kharge) ગુરુવારે (15 ફેબ્રુઆરી) બિહારના ઔરંગાબાદમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ સભામાં તેને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેને ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી (Loksabha election 2024) છેલ્લી ચૂંટણી હશે. તેમણે કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની નરેન્દ્ર મોદી સરકારને સરમુખત્યારશાહીની સમર્થક ગણાવી હતી અને કહ્યું હતું કે સરકાર આજે પણ એ જ કરી રહી છે. કેન્દ્ર સરકાર પર પ્રહારો તેજ કરતાં કોંગ્રેસ અધ્યક્ષે ત્યાં સુધી કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે છેલ્લી ચૂંટણી કરાવશે અને તે પછી બંધારણ અને લોકશાહી ખતમ થઈ જશે.
કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન ઔરંગાબાદમાં એક જનસભાને સંબોધતા પાર્ટી અધ્યક્ષ ખડગેએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું, આ લોકો ન તો સંવિધાનમાં મને છે કે ના લોકતંત્રમાં, આ લોકો માત્ર દેશમાં સરમુખત્યારશાહી ઈચ્છે છે, ડિક્ટેટરશીપ ઈચ્છે છે. અને તે ડિક્ટેટરશીપ મોદીજી આજે કરી રહ્યા છે. તેને વધુમાં કહ્યું કે ભાજપના લોકો આ વાત કરી રહ્યા છે, એટલે જ આપણે મજબૂત નાનીને તેમનો સામનો કરવો જોઈએ.’
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, “જ્યાં સુધી આપણે મજબૂત નહીં થઈએ, હું ખાસ કરીને ગરીબોને કહેવા માંગુ છું, દલિતોને કહેવા માંગુ છું, પછાત લોકોને કહેવા માંગુ છું, માઈનોરિટીઝને કહેવા માંગુ છું, ગરીબ લોકોને કહેવા માંગુ છું. કોઈપણ સમુદાયના ગરીબ લોકો હોય તેને કહેવા માંગુ છું કે મને એવું લાગે છે, મોદી આ છેલ્લી ચૂંટણી કરશે, આ પછી કોઈ લોકશાહી નહીં હોય, આ પછી કોઈ બંધારણ નહીં હોય, આ પછી કોઈ લોકતંત્ર નહીં બચે” આ પહેલા પણ અગાઉ ઓડિશામાં તે કહી ચૂક્યા છે કે જો મોદીજી ચૂંટણી હારી ગયા તો દેશમાં તાનાશાહી હશે.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પણ ભાજપ પર તેના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો અને કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં લગભગ 500 ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “હવે તેઓ ડરાવીને પોતાની તરફ (ભાજપ તરફ) ખેંચી રહ્યા છે, આ 10 વર્ષમાં તેઓએ અમારા 500 ધારાસભ્યોને ખરીદ્યા છે. મને કહો, શું નહેરુજીના સમયમાં આવું બન્યું હતું?
ઈન્દિરાજીના સમયમાં આવું બન્યું હતું? લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં થયું હતું? ક્યારે બન્યું? રાજીવ ગાંધીના સમયમાં થયું? જો એવું નથી થયું તો તેઓ (ભાજપ) શા માટે કરી રહ્યા છે? તેમણે વધુમાં કહ્યું કે ભાજપ એમ કહે છે કે તેઓને સત્તાનો કોઈ લોભ નથી તો, તો લોભ નથી તો ખરીદી શું કામ રહ્યા છો?