ભારતની Palestinian refugeesને મદદ, રાહત કાર્ય માટે આટલા મિલિયન ડોલર મોકલ્યા

નવી દિલ્હી: ગાઝા પર ઇઝરાયલના સતત હુમલાને કારણે લાખો પેલેસ્ટિનિયન નાગરીકો પોતાના દેશમાં જ શરણાર્થી બની રહેવા મજબુર બન્યા છે. ભારતે પેલેસ્ટિનિયન શરણાર્થીઓની મદદ માટે યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી (UNRWA) ને 2.5 મિલિયન ડોલરનો બીજો હપ્તો મોકલ્યો હતો. આમ ભારતે 2023-24 માટે 5 મિલિયન ડોલર આપવાનું વચન પૂરું કર્યું છે.
UNRWA વર્ષ 1950 થી પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે રાહત કાર્ય માટે કાર્યરત છે. તેનું ફંડિંગ લગભગ સંપૂર્ણ રીતે યુએનના સભ્ય દેશો દ્વારા સ્વૈચ્છિક યોગદાન દ્વારા થાય છે.
ભારત સરકારે ગયા નવેમ્બર મહિનામાં તેની વાર્ષિક પ્રતિબદ્ધતા હેઠળ પ્રથમ હપ્તો મોકલ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની આ એજન્સી ગાઝામાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે કામ કરવા માટે સંઘર્ષ કરી રહી છે. આ સંસ્થાએ મુશ્કેલ સમયમાં, ખાસ કરીને ગયા મહિને ગાઝામાં ભારતના યોગદાનની પ્રશંસા કરી હતી.