ભારતની ડિજિટલ સ્ટ્રાઈક, બિલાવલ ભુટ્ટો અને ઇમરાન ખાનના એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાયો

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર આકરા પગલાં લીધા છે. જેમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા પાકિસ્તાનના અનેક નેતાઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે હવે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન સામે આ કાર્યવાહી કરી છે. હવે ભારતમાં આ બંને નેતાઓના x એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ પહેલા પણ ભારતે ભારતમાં પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે ભારત પર પરમાણુ હુમલો કરવાની ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો: ભારતની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક યથાવત્ઃ હવે પાક.ના PMની યુટ્યુબ ચેનલ બ્લોક
ભુટ્ટોનું વિવાદાસ્પદ નિવેદન

બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ ઘણા નિવેદનો પણ આપ્યા હતા. બિલાવલ ભુટ્ટોએ ભારતને ધમકી આપી હતી કે જો પાણી બંધ કરવામાં આવશે તો નદીઓમાં લોહી વહેશે. એક રેલીને સંબોધતા ભુટ્ટોએ કહ્યું હતું કે, “સિંધુ આપણું છે અને આપણું જ રહેશે, કાં તો આપણું પાણી તેમાં વહેશે અથવા તેમનું લોહી.
પાકિસ્તાનની અનેક યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ

આ પહેલા પણ ભારતે ચેનલ ડોન ન્યૂઝ, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર, ધ પાકિસ્તાન રેફરન્સ, જીઓ ન્યૂઝ, સમા સ્પોર્ટ્સ, ઇર્શાદ ભટ્ટી, જીએનએન, ઉઝૈર ક્રિકેટ, અમર ચીમા એક્સક્લુઝિવ, અસમા શિરાઝી, મુનીબ ફારૂક, સુનો ન્યૂઝ એચડી અને રાઝી નામા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ભારતમાં PSLનું પ્રસારણ બંધ કરી દીધું

આ ઉપરાંત ભારતમાં પાકિસ્તાન ક્રિકેટ લીગ (PSL) ના પ્રસારણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેના સત્તાવાર ડિજિટલ પ્રસારણ અધિકારો FANCODE એપને આપવામાં આવ્યા હતા, જેણે 24 એપ્રિલથી ભારતમાં PSLનું પ્રસારણ બંધ કરી દીધું છે. જ્યારે સોની સ્પોર્ટ્સ નેટવર્કે પણ ભારતમાં આ લીગનું પ્રસારણ બંધ કરી દીધું છે.