ભારતે Tulsi Gabbard સમક્ષ ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધની માંગ કરી | મુંબઈ સમાચાર

ભારતે Tulsi Gabbard સમક્ષ ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધની માંગ કરી

નવી દિલ્હી : અમેરિકાની ગુપ્તચર એજન્સીના (US Intelligence)ડિરેકટર તુલસી ગબાર્ડ(Tulsi Gabbard)હાલ ભારતની મુલાકાતે છે. તુલસી ગબાર્ડ રાયસીના ડાયલોગમાં સામેલ થવા ભારત આવ્યા છે.

આ દરમિયાન તુલસી ગબાર્ડએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અમેરિકામાં સક્રિય ખાલિસ્તાની સંગઠન ‘શીખ્સ ફોર જસ્ટિસ’ (SFJ)ની ભારત વિરોધી પ્રવૃત્તિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે અમેરિકા પાસેથી આ ગેરકાયદે સંગઠન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો: લંડનમાં વિદેશ પ્રધાન જયશંકર પર ખાલિસ્તાનીએ હુમલો કર્યો! અહેવાલમાં દાવો

તુલસી ગબાર્ડે અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના કોઈ ઉચ્ચ અધિકારીની આ પહેલી ઉચ્ચ સ્તરીય ભારત મુલાકાત છે.
તુલસી ગબાર્ડ રવિવારે વહેલી સવારે ભારતની અઢી દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા. સોમવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અમેરિકાની ગુપ્તચર એજન્સીના ડિરેકટર તુલસી ગબાર્ડે અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ બેઠક દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ અને માહિતી વહેંચણીના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા રાજનાથે કહ્યું કે તેઓ યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ચીફને મળીને ખુશ થયા અને તેમણે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી. સંરક્ષણ મંત્રીએ કહ્યું, અમે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્યથી સંરક્ષણ અને માહિતી શેરિંગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

સંબંધિત લેખો

Back to top button