
Defence Budget 2026: સંસદમાં આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ થયું હતું. જેમાં રક્ષા મંત્રાલયમાં કુલ 7.8 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. જે ગત વર્ષના 6.81 લાખ કરોડની તુલનાએ ઘણું વધારે છે. વિશ્વમાં યુદ્ધ અને તણાવ વધી રહ્યો છે તેવા સમયે રક્ષા બજેટમાં કરવામાં આવેલો વધારો સૂચક છે.
રશિયા-યુક્રેન, મધ્ય પૂર્વ, ભારત-ચીન અને ભારત-પાકિસ્તાન સરહદ પણ પડકારોના કારણે આ વધારો ઘણો મહત્ત્વપૂર્ણ છે. ભારતે પોતાની સેનાને આધુનિક બનાવવાની જરૂર છે. જેમાં ડ્રોન, મિસાઈલ, ફાઈટર જેટ અને સાયબર સિક્યોરિટી સામેલ છે. આ બજેટ આત્મનિર્ભર ભારત અને સેનાની મજબૂતી પર ફોક્સ કરે છે.
ભારતનું કુલ ડિફેન્સ બજેટ 7.8 લાખ કરોડ રૂપિયા છે. જે ગત બજેટ કરતાં 14 થી 15 ટકા વધારે છે. આ બજેટની સૌથી મોટી વાત સેનાના આધુનિકીકરણ માટે રૂ. 2.19 લાખ કરોડ અલગથી ફાળવવામાં આવ્યું છે. જેનો ઉપયોગ નવી મિસાઈલ, લડાકુ વિમાનો, સબમરીન અને ડ્રોનની ખરીદી માટે થશે. ગત વર્ષે ભારતે લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર, રાફેલ-એમ તથા તેજસ એમકે1એ જેવા મોટા સોદા કર્યા હતા. પરંતુ તમામની નજર હજુ મોટી ડિફેન્સ ડિલ પર છે. બજેટથી 114 રાફેલ લડાકુ વિમાનના મોટા સોદા અને પાંચમી જનરેશનના Su-7 સ્ટેલ્થ ફાઈટર જેવા પ્રોજેક્ટને વેગ મળશે.
આ પણ વાંચો…Union Budget 2026: સીતારમણે શું કરી મોટી જાહેરાતો, જાણો એક ક્લિકમાં
ડિફેન્સ બજેટ પાછળ જંગી ફાળવણી કરીને સરકારે સૈન્ય તાકાતને વધુ મજબૂત કરવામાં આવી હોવાનું સ્પષ્ટ કર્યું છે. આ ઉપરાંત મેક ઈન ઈન્ડિયા અંતર્ગત સ્વદેશી ડિફેન્સ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા બજેટનો એક મોટો હિસ્સો ભારતીય કંપનીઓ માટે સુરક્ષિત રાખવામાં આવ્યો છે.
સ્વદેશી હથિયારો પર મેગા ફોક્સ
ગત વર્ષની જેમ આ વખતે પણ બજેટનો મોટો હિસ્સો સ્વદેશી કંપનીઓ માટે રાખવામાં આવ્યો છે. ગત વર્ષે ડિફેન્સ ખરીદીનો 75 ટકા હિસ્સો સ્વદેશી હથિયારો માટે હતો. સેનાની હવે સ્વદેશી ડ્રોન, અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ અને આધુનિકો ટેંકોથી સજ્જ થવાની યોજના છે. ઉપરાંત HAL, DRDO જેવી સંસ્થાઓની સાથે ખાનગી ક્ષેત્રની ડિફેન્સ કંપનીઓને પણ આ બજેટથી ફાયદો થશે.
આટલું જંગી બજેટ શા માટે?
વૈશ્વિક સ્તરે ખતરો વધ્યો છે અને ઓપરેશન સિંદૂર’ જેવી ઘટનાઓ પરથી પાઠ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સંરક્ષણ નિષ્ણાતોએ બજેટમાં 20% વધારાની માંગ કરી હતી, જે પૂરી કરવામાં આવી છે. વર્ષ 2029 સુધીમાં ₹50,000 કરોડની સંરક્ષણ નિકાસનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને શું ફાયદો?
2026ના બજેટમાં સંરક્ષણ ક્ષેત્રને મોટો ફાયદો મળ્યો છે. કાચા માલ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી માફ કરી દેવામાં આવી છે. આનાથી એરક્રાફ્ટના ભાગો બનાવવા માટે જે ચીજવસ્તુઓની આયાત કરવી પડતી હતી, તે હવે દેશમાં જ બનશે. જાળવણી, સમારકામ અને ઓવરહોલ (Maintenance, Repair and Overhaul – MRO) ની સુવિધાઓમાં વધારો થશે. આ છૂટ ડિફેન્સ સેક્ટરના યુનિટ્સને મળશે, જેનાથી સ્થાનિક ઉત્પાદન વધશે અને ખર્ચમાં ઘટાડો થશે. સિવિલિયન, ટ્રેનિંગ અને અન્ય એરક્રાફ્ટના સ્પેરપાર્ટ્સ પર પણ ડ્યુટીમાં મુક્તિ આપવામાં આવી છે. જેનો પણ લાભ થશે.



