કોંગ્રેસે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના મૌન પર ઉઠાવ્યા સવાલ | મુંબઈ સમાચાર
નેશનલ

કોંગ્રેસે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના મૌન પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી : દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના મૌનને પ્રશ્ન બનાવ્યો છે. તેમજ આ અંગે કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું છે કે હું તેમના અચાનક રાજીનામા અંગે નિવેદનની રાહ જોઈ રહ્યો છે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે 21 જુલાઈના રોજ અચાનક રાજીનામું આપ્યું હતું.

છેલ્લા 50 દિવસથી જગદીપ ધનખર મૌન

કોંગ્રેસ નેતા અને મહાસચિવ કેસી વેણુગોપાલે એક્સ પર લખ્યું છે કે, છેલ્લા 50 દિવસથી જગદીપ ધનખર મૌન છે. તેમજ જયારે મંગળવારે નવા ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે દેશના તેમના અચાનક રાજીનામા અંગે નિવેદનની રાહ જોઈ રહ્યો છે. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની ઉપેક્ષા, સત્તામાં રહેલા લોકોના વધતા અહંકાર સહિતના મુદ્દાઓ પર
ચિંતા વ્યક્ત કરી હતી.

કોંગ્રેસ નેતા સચિન પાયલોટે પણ પૂછ્યું ધનખર સાહેબ ક્યાં છે

આ ઉપરાંત કોંગ્રેસ નેતા સચિન પાયલોટે પર આ મુદ્દે પ્રતિક્રિયા આપતા પૂછ્યું કે જગદીપ ધનખર સાહેબ ક્યાં છે. કોઈને ખબર નથી. તેમનું કોઈ નિવેદન આવ્યું નથી. તેમજ તે જાહેરના દેખાતા પણ નથી. તેમજ જે છુપાવવામાં આવ્યું તે ખુબ જ રહસ્યમય છે. તેમણે હંમેશા પોતાની વાત મજબૂતીથી મૂકી છે. પરંતુ તેમનું અચાનક મૌન અને ગુમ થવાનું કારણ સમજાતું નથી. તેમજ હજુ સુધી સત્ય પ્ર્કાશમાં આવ્યું નથી.

દેશના લોકો હજુ સુધી સમજી નથી શક્યા

સચિન પાયલોટે વધુમાં જણાવ્યું કે દેશના લોકો હજુ સુધી સમજી નથી શક્યા કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજીનામું કેમ આપ્યું. તેમજ જે કારણ આપવામાં આવ્યું તેમાં તેમના આરોગ્ય સબંધી કોઈ ગંભીર સમસ્યા જોવા નથી મળી. જયારે સચિન પાયલોટે આશા વ્યકત કરી કે આજે યોજાઈ રહેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈન્ડી ગઠબંધનને
સમર્થન મળશે. તેમન તેમના ઉમેદવારની જીત થશે.

આ પણ વાંચો…ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી આવતીકાલે; સીપી રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત, છતાં સુદર્શન રેડ્ડીને આશા

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button