વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલનું મોટું નિવેદન, કહ્યું ભારત કોઈ પણ દબાણમાં ટ્રેડ ડીલ નહી કરે...
નેશનલ

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલનું મોટું નિવેદન, કહ્યું ભારત કોઈ પણ દબાણમાં ટ્રેડ ડીલ નહી કરે…

બર્લિન : ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટેરિફ વોર વચ્ચે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે શુક્રવારે જર્મનીના બર્લિનમાં જણાવ્યું કે, ભારત કોઈપણ ટ્રેડ ડીલમાં ઉતાવળ કરતું નથી કે દબાણમાં આવતું નથી. તેમનું આ નિવેદન એવા સમયે મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે અમેરિકા ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરવા દબાણ કરી રહ્યું છે.

કોઈપણ સોદામાં ઉતાવળ નથી કરતા

આ ઉપરાંત પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત યુરોપિયન યુનિયન અને અમેરિકા સહિત ઘણા દેશો સાથે ટ્રેડ ડીલ માટે સક્રિય રીતે વાટાઘાટો કરી રહ્યું છે. અમેરિકા સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે. પરંતુ અમે કોઈપણ સોદામાં ઉતાવળ નથી કરતા અથવા સમય મર્યાદા કે દબાણ સામે ઝૂકતા નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈપણ ટ્રેડ ડીલને લાંબા ગાળાની દ્રષ્ટિકોણથી જોવી જોઈએ.

અમારા નિર્ણયો ફક્ત રાષ્ટ્રીય હિત પર આધારિત

તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારત ક્યારેય ભાવનાત્મક રીતે કે જલ્દબાજીમાં કોઈ નિર્ણય લેતું નથી. તેમણે એમ પણ ઉમેર્યું કે ભારત ઊંચા ટેરિફનો સામનો કરવા માટે નવા બજારો શોધી રહ્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત લાંબા ગાળાના અને વાજબી ટ્રેડ ડીલને પ્રાધાન્ય આપી રહ્યું છે. તેમજ અમારા નિર્ણયો ફક્ત રાષ્ટ્રીય હિત પર આધારિત છે.

આ પણ વાંચો…આ વર્ષે ભારતની નિકાસ 6 ટકા વધવાની શક્યતા: પીયૂષ ગોયલ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button