I.N.D.I.A ગઠબંધનની બેઠક આગામી દસ દિવસમાં યોજાય તેવી શક્યતા…
નવી દિલ્હી: I.N.D.I.A ગઠબંધનની બેઠક માટે હજુ સુધી કોઈ તારીખો નક્કી થઇ નથી. જો કે છેલ્લા ઘણા સમયથી .N.D.I.A ગઠબંધનમાં બેઠક યોજાવા પર ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ હજુ સુધી તારીખોની જાહેરાત કરવામાં આવતી નથી. અહેવાલ અનુસાર .N.D.I.A ગઠબંધનની બેઠક આગામી દસ દિવસમાં યોજાઈ શકે છે. આ ગઠબંધન સાથે જોડાયેલા ટોચના નેતાઓએ પણ એ વાતને સ્વીકારે છે કે જ્યારે પણ બેઠક કરવાની હોય કંઇ ને કંઇ પ્રશ્ર્નો આવે છે અને તેના કારણે બેઠક યોજાતી જ નથી.
જો આ વખતે .N.D.I.A ગઠબંધનની બેઠક યોજાય છે તે સીટ શેરિંગનો એજન્ડા બેઠકમાં ચર્ચા થઇ શકે છે. આ બેઠક દરમિયાન આ ગઠબંધનના તમામ પક્ષો આગામી ચૂંટણીમાં કયા રાજ્યમાં કેટલા ઉમેદવારો મેદાનમાં ઉતારી શકે છે તેની પણ ચર્ચા થઈ શકે છે.
સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે તેમની વચ્ચે ચાલી રહેલી મડાગાંઠને પણ ઉકેલી લીધી છે. નેંધનીય છે કે આ ગઠબંધનની આગામી બેઠક થોડા દિવસો પહેલા યોજાવાની હતી, પરંતુ તે દરમિયાન કહેવામાં આવ્યું હતું કે જો હવે આ બેઠક યોજાશે તો મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને નીતિશ કુમાર જેવા નેતાઓ તેમાં હાજરી આપી શકશે નહીં. જેના કારણે તે સમયે .N.D.I.A ગઠબંધનની આ બેઠક જે તે સમયે રદ કરવામાં આવી હતી.