India Closes Consular Camp in Canada Amid Security Fears
ટોપ ન્યૂઝનેશનલ

ભારતે Canada માં બંધ કર્યા કોન્સ્યુલર કેમ્પ , વિદેશ મંત્રાલયે જણાવ્યું આ કારણ

નવી દિલ્હી : ભારત અને કેનેડા(Canada)વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય દૂતાવાસે વધુ એક નિર્ણય લીધો છે. જેમાં કેનેડામાં ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “વધતા જોખમો સામે યોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં સુરક્ષા એજન્સીઓની સતત અસમર્થતાને કારણે વાણિજ્ય દૂતાવાસ અન્ય કોન્સ્યુલર કેમ્પ રદ કરવા મજબૂર બન્યું છે. જેમાંથી મોટાભાગના કોઇ પૂજા સ્થળ પર ન હતા. જેમાં માત્ર એક જ પોલીસને સુરક્ષામાં રાખવામાં આવ્યો હતો.


Also read: ગયાનાની સંસદમાં પીએમ મોદીએ કર્યુ વિશેષ સંબોધન, જાણો શું કહ્યું?


ખાલિસ્તાની ટોળા દ્વારા બે કેમ્પ પર હુમલો

દૂતાવાસ દ્વારા આ નિર્ણય કેનેડામાં ભારતીય હાઈ કમિશન આયોજિત કોન્સ્યુલર કેમ્પ રદ કરવાનો નિર્ણય લીધાના અમુક દિવસો બાદ લેવામાં આવ્યો છે. આ અગાઉ 2 અને 3 નવેમ્બરે બ્રેમ્પટન અને સરે મા ખાલિસ્તાની ટોળા દ્વારા બે કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો.

મુશ્કેલીઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોન્સ્યુલેટ ગ્રેટર ટોરોન્ટો એરિયામાં રહેતા આશરે 4,000 વૃદ્ધ વિદેશી સભ્યો (બંને ભારતીય અને કેનેડિયન નાગરિકો) દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે જેમને આવશ્યક
કોન્સ્યુલર સેવાઓથી વંચિત રાખવામાં આવ્યા છે.

બ્રેમ્પટનમાં શ્રદ્ધાળુઓ પર હુમલો

ઉલ્લેખનીય છે કે, 2 નવેમ્બરના રોજ ખાલિસ્તાની ટોળાએ બ્રેમ્પટન હિન્દુ સભા મંદિરના પરિસરમાં પ્રવેશ કર્યો અને ત્યાંના શ્રદ્ધાળુ પર હુમલો કર્યો. મંદિર ક કોન્સ્યુલર કેમ્પનું આયોજન કર્યું હતું અને ઑન્ટારિયો પ્રાંતની પીલ પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં અને ખાલિસ્તાની હુમલાખોરો સામે પગલાં લેવામાં નિષ્ફળ રહી હતી.પ્રતિબંધિત ખાલિસ્તાન તરફી જૂથ શીખ્સ ફોર જસ્ટિસે જણાવ્યું હતું કે તેના સમર્થકો ભારતીય કોન્સ્યુલેટ અધિકારીઓની હાજરીનો વિરોધ કરી રહ્યા હતા. જેઓ વહીવટી સેવાઓમાં મદદ કરવા આવ્યા હતા.


Also read: ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ પર હુમલાની યોજનાઃ એકની ધરપકડ


ભારતીય હાઈ કમિશન કેનેડિયન-ભારતીયને આવશ્યક સેવાઓ પૂરી પાડતું હતું જેમને ભારત વિરોધી દળો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. બ્રેમ્પટનમાં ભારતીય-કેનેડિયન સમુદાય પર હુમલા બાદ, વિદેશ મંત્રાલય (MEA)એ જણાવ્યું હતું કે સુરક્ષા ચિંતાઓને કારણે કોન્સ્યુલર સેવાઓને અસર થઈ છે અને આશા વ્યક્ત કરી હતી કે અન્ય શહેરોમાં કેમ્પ ચાલુ રહેશે.

Back to top button