નેશનલ

ઇન્ડિગોને નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો મુસાફરોને રવિવાર સાંજ સુધી રિફંડ આપવા નિર્દેશ

મુંબઈ : દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઇન્ડિગો છેલ્લા પાંચ દિવસથી ઓપરેશનલ ઇસ્યુનો સામનો કરી રહી છે. જેના લીધે હજારો મુસાફરો પરેશાની સામનો કરી રહ્યા છે. જેમાં આજે પાંચમા દિવસે પણ અનેક ફ્લાઇટ રદ થઇ છે અને વિલંબ થયો છે. આ દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને મુસાફરોને રિફંડ માટે કડક નિર્દેશ આપ્યા છે. જેમાં મુસાફરોને વિલંબ વિના રવિવાર સાંજ સુધી રિફંડ આપવા આદેશ આપ્યો છે.

પેસેન્જર પાસેથી કોઇ રિશિડ્યૂલ ચાર્જ વસૂલ નહિ કરાય

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને રિફંડ પ્રોસેસ રવિવાર 7 ડિસેમ્બર સુધી 2025 સુધી રાત્રે 8 વાગ્યે સુધી પ્રોસેસ કરી દેવા જણાવ્યું છે. તેમજ એરલાઇન્સને આદેશ આપવામાં આવ્યો છે કે પેસેન્જર પાસેથી કોઇ રિશિડ્યૂલ ચાર્જ વસૂલ ના કરે. તેમજ રિફંડમાં જો કોઇ વિલંબ થશે તો કંપની પર એક્શન લેવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર યાત્રીની આંખમાં આવ્યા આંસુ: ઇન્ડિગો ફ્લાઇટ કેન્સલ થતા ઠાલવ્યો બળાપો

આજે પણ 300થી વધુ ફલાઇટ રદ

આ દરમિયાન શનિવારે ઇન્ડિગોની અનેક ફ્લાઇટ રદ થઇ છે. જેમાં સૌથી વધુ ફ્લાઇટ મુંબઈથી 109, દિલ્હીથી 106, હૈદરાબાદથી 69, પૂનાથી 42, અમદાવાદથી 19, લખનઉથી 8 અને તિરુવનંતપુરથી 6 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ડિગોએ આજે ​​દિલ્હીથી બેંગલુરુ, ગોવા, મુંબઈ, અમદાવાદ, જબલપુર, ચેન્નાઈ, વિજયવાડા અને અગરતલા જતી ઘણી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. જ્યારે ફ્લાઇટ્સમાં 5 થી 6 કલાકનો વિલંબ થઈ રહ્યો છે. જેના કારણે મુસાફરોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button