ટોપ ન્યૂઝનેશનલ

“ટ્રુડો સાથે ઘરોબો, ભારતના જાસૂસી નેટવર્કની માહિતી પહોંચાડી” પન્નુએ ભારત સામે ઓકયું ઝેર…

નવી દિલ્હી: ભારત અને કેનેડાના બગડી રહેલા રાજકીય સબંધો વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ભારત સામે ઝેર ઓકયું છે. તેણે કેનેડાની સરકારી સમાચાર સંસ્થા સાથે વાત કરતાં દાવો કર્યો છે કે 2-3 વર્ષથી કેનેડાના વડાપ્રધાન કાર્યાલયના સંપર્કમાં છે અને ટ્રુડોની ઓફિસને ભારતીય ગુપ્તચર એજન્ટો વિશે માહિતી આપી રહ્યા છે. તેણે કહ્યું કે આ માત્ર શરૂઆત છે અને ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢવાથી ભારતના જાસૂસી નેટવર્કનો ‘ખતમ નહીં’ થશે.

આ પણ વાંચો : ખાલિસ્તાની આતંકવાદી પન્નુને રાહુલ ગાંધીની શીખો અંગેની ટિપ્પણીને સમર્થન આપ્યું…

જસ્ટિન ટ્રુડોના કર્યા વખાણ:
કેનેડાની સરકારી સમાચાર સંસ્થા સાથેની મુલાકાતમાં પન્નુએ કહ્યું કે, “અમે છેલ્લા 2-3 વર્ષથી કેનેડાના વડાપ્રધાન કાર્યાલય (PMO) સાથે સંપર્કમાં છીએ. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નિવેદન કેનેડાની કાયદો અને વ્યવસ્થા, ન્યાય, અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેણે દાવો કર્યો છે કે ‘શિખ્સ ફોર જસ્ટિસ’ છેલ્લા કેટલાક વર્ષોથી વડાપ્રધાન કાર્યાલયને ભારતીય જાસૂસી નેટવર્ક વિશે માહિતી આપી રહ્યું છે.

સંજય વર્માએ તૈયાર કર્યું જાસૂસી નેટવર્ક: પન્નુ
પન્નુએ દાવો કર્યો હતો કે તેમનું સંગઠન કેનેડાના પીએમઓને છેલ્લા ઘણા વર્ષોથી સતત માહિતી આપી રહ્યું છે કે કઈ રીતે ભારતીય હાઈ કમિશનર સંજય વર્મા અને તેમના પૂર્વવર્તી અધિકારીઓએ જાસૂસી નેટવર્ક તૈયાર કર્યું છે. ભારતીય હાઈ કમિશનર સંજય વર્મા ભારતીય એજન્ટોને લોજિસ્ટિક્સ અને ઇન્ટેલિજન્સ સપોર્ટ પૂરા પાડતા હોવાનો પન્નુએ દાવો કર્યો છે. આ એજન્ટો પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને અંજામ આપવાનો આરોપ છે.

કેનેડાના ભારતીય સમુદાય પર ઉઠાવ્યા સવાલ:
સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં પન્નુએ ઈન્ડો-કેનેડિયન સમુદાયને નિશાન બનાવતા તેમની કેનેડાના બંધારણ પ્રત્યેની વફાદારી પર સવાલ ઉઠાવ્યા હતા. પન્નુએ આરોપ લગાવ્યો કે આ સમુદાયો ભારત પ્રત્યે વફાદાર છે અને કેનેડાના બંધારણની અવગણના કરી રહ્યા છે. પન્નુએ કહ્યું, “ઇન્ડો-કેનેડિયનો લોકો કે જેમનો પરિવાર ભારતમાં છે તેઓ શું કેનેડાના બંધારણને વફાદાર છે અથવા હજુ પણ ભારતીય બંધારણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા બતાવવા માંગે છે?”

આ પણ વાંચો : ભારતે Canada પાસે માંગ્યા નિજ્જરની હત્યાના પુરાવા, કરી ખાલિસ્તાનીઓ પર કડક કાર્યવાહીની માંગ

ભારતે લીધા કડક પગલાં:
કેનેડા દ્વારા ખાલિસ્તાની સમર્થક નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યા ત્યારબાદ બંને દેશ વચ્ચેના રાજકીય સબંધો બગડ્યા છે. આથી ભારત સરકારે 14 ઓક્ટોબરે હાઇ કમિશનર સંજય વર્મા સહિત કેટલાક અન્ય રાજદ્વારીઓને કેનેડાથી પરત બોલાવી લીધા છે. ત્યારબાદ બંને દેશોના સંબંધોમાં પડેલી તિરાડ વધુ ઊંડી થઈ હતી. ભારતીય રાજદ્વારીઓને ખોટી રીતે પન્નુની હત્યામાં સંડોવતા ભારતે કેનેડીયન રાજદ્વારીઓને પણ હાંકી કાઢ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button